• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

સ્તક પ્રકાશ આપે છે ; જરૂર છે આંખો ખોલવાની

ભચાઉ, તા. 20 : અઘરાને સરળ બનાવે આપણી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ વાંચન ઉપર ઘણો આધાર રાખે છે. તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવાં પુસ્તકો વાંચવા જોઇએ એમ ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિભાઇ અંતાણીએ ભચાઉ?ખાતે લેવા પાટીદાર બોર્ડિંગ સંચાલિત વાણી વિનાયક કોલેજના સભાખંડમાં યોજાયેલા ભાવક મૂલ્યાંકન કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે, પુસ્તક પ્રકાશ આપે છે, જરૂર છે આંખો ખોલવાની અને આંખો ખોલીએ તો ટયુબલાઇટ બળે છે તે દેખાય છે. કાર્યક્રમમાં આયોજક સંસ્થા પૈકી કચ્છમિત્ર દૈનિક વતી ભચાઉના વરિષ્ઠ પત્રકાર મનસુખભાઇ કે.?ઠક્કરે કહ્યું કે, કચ્છની ગામેગામની વ્યક્તિ માટે કામ કરતું કચ્છમિત્ર નવી પેઢીમાં આવા કાર્યક્રમો થકી જાગૃતિ આવે તેવું ઇચ્છે છે. કચ્છમિત્ર કચ્છભરમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપે છે. ઉપરાંત પૂ. મોરારિબાપુ જેવાના પ્રવચનો, રોગ-નિદાન, વૃક્ષ ઉછેર, સંસ્કાર ઘડતરનાં કામ કરે છે. પિતા કરશનદાસ ઠક્કર શિક્ષક હતા અને વાચક પિતાના વાંચનના શોખને કારણે છાપામાં લખવાનો શોખ જાગ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ ડો. દિનેશભાઇ પરમારે કહ્યું હતું કે, પોતાની કોલેજમાં અનેક પુસ્તકો છે. તેનો વધુમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થી ભાઇ-બહેનો લાભ લે. કોલેજના વહીવટીવડા ડો. નારણભાઇ પટેલે સંચાલન સાથે લેખક, પાત્ર, પુસ્તક ઉપર સુંદર મંતવ્યો રજૂ કર્યા હતા. આ ભાવક મૂલ્યાંકનમાં ભાગ લેનારમાં મણવર રચના કાનજીભાઇ, પાલ રૂપા અનિલભાઇ, જાડેજા અજયસિંહ દિલીપસિંહ, રાજગોર ડિમ્પલ કિશનભાઇ, રાઠોડ?કિરણ નટુભાઇ, ખોડ?અશ્વિની મહેન્દ્રભાઇ, ચાવડા લક્ષ્મી રમેશભાઇ, વાઘેલા વૈશાલીબા કિશોરસિંહ, રબારી બંસરી સામતભાઇ, પ્રજાપતિ મિત્તલ રામભાઇ વગેરેએ વિવિધ પુસ્તકો ઉપર વાર્તાનો સંક્ષેપમાં  મધ્યમવર્તી વિચાર સુંદર રીતે રજૂ કર્યો હતો. તમામ છાત્રોને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર અને મૌલિક સોનીનું એલાર્મ પુસ્તક ભેટ અપાયાં હતાં. કોલેજ દ્વારા પ્રમાણપત્ર અપાયા હતા. જામનગરની લો કોલેજના વાંચનાલયના ગ્રંથપાલ સ્વ. પ્રદીપ મધુકાંત છાયાની સ્મૃતિમાં તેમના ધર્મપત્ની તથા કોલેજના પ્રાધ્યાપકોએ સહયોગ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang