• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

એશિયા કપ ફાઇનલમાં ભારતનો શાનથી પ્રવેશ

દામ્બુલા, તા. 26 : ટીમ ઇન્ડિયાએ મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતે શુક્રવારે ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઇનલમાં બાંગલાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. બાંગલાદેશે દામ્બુલાનાં મેદાનમાં 81 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જેને ભારતે 11 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધું હતું. ઓપનર સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં અણનમ 55 રન કર્યા હતા. જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શેફાલી વર્માએ 28 બોલમાં બે ચોગ્ગાની મદદથી 26 રન  કર્યા હતા. ભારતે સતત નવમી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટના તમામ ખિતાબી મુકાબલા રમ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સૌથી સફળ ટીમ છે. જેણે સાત વખત ટ્રોફી પોતાનાં નામે કરી છે અને હવે હરમનપ્રીત કૌરની આગેવાનીની ટીમની નજર આઠમા ખિતાબ ઉપર રહેશે.  બાંગલાદેશે ભારત સામે સેમિફાઇનલમાં નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટનાં નુકસાને માત્ર 80 રન કર્યા હતા. બાંગલાદેશ માટે કેપ્ટન નિગાર સુલ્તાનાએ 51 બોલમાં 32 રનની ઇનિંગ્સ રમી હતી. શોર્ના અખ્તર 18 બોલમાં 19 રન કરીને નોટઆઉટ રહી હતી. ભારત માટે રેણુકા ઠાકુર અને રાધા યાદવે ધારદાર બોલિંગ કરી હતી. રેણુકાએ ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે રાધાએ 14 રન આપીને ત્રણ શિકાર કર્યા હતા. પૂજા વત્રાકર અને દીપ્તિ શર્માને એક એક વિકેટ મળી હતી. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી બાંગલાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી  જ ઓવરમાં રેણુકાએ વિકેટ લીધી હતી. બાદમાં ત્રીજી અને પાંચમી ઓવરમાં રેણુકાએ બાંગલાદેશને ઝટકો આપ્યો હતો. બાંગલાદેશે 44 રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં નિગાર અને શોર્નાએ સાતમી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી અને સ્કોર 80 રન સુધી પહોંચાડયો હતો. બાંગલાદેશના સાત ખેલાડી ડબલ અંક સુધી પહોંચી શક્યા નહોતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024