• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના ત્રણ ખેલાડીને ભૂપેન્દ્ર પટેલની શુભકામના

અમદાવાદ, તા. 26 (પ્રતિનિધિ તરફથી) : પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-2024માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના ત્રણ ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર રાજ્ય વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર તેમજ ઍર રાઇફલ શાટિંગમાં ઈલાવેનિલ વાલારિવનની પેરિસ ઓલિમ્પિક્સ - 2024માં પસંદગી રાજ્યના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સિમાચિહ્ન છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ ચંદ્રક મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ 16 સ્પર્ધામાં ભાગ લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઇ રહેલા આ ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024