• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

પાંચ કારણ : જેનાથી પેરિસ ઓલિમ્પિક અનોખું આયોજન

પેરિસ, તા. 26 : પેરિસમાં 135 વર્ષ પહેલાં ફ્રેન્ચ ક્રાંતિની શતાબ્દી ઉજવવાના હેતુથી બનેલો એફિલ ટાવર આજે પણ દુનિયાની સૌથી અલગ સંરચનામાંથી એક છે. 1083 ફૂટ ઊંચા એફિલ ટાવરને એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે. સીન નદી ઉપર પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ ઓપનિંગ સેરેમની થઈ ત્યારે એફિલ ટાવર પાસેથી પસાર થતા ખેલાડીઓના ઈરાદા એફિલ ટાવર કરતા પણ બુલંદ હતા. પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ ઉપરાંત એવા અલગ અલગ પાંચ કારણ છે જે આયોજનને અલગ બનાવી રહ્યા છે.  - પેરિસથી 15 હજાર કિમી દૂર પણ ઇવેન્ટ : પેરિસ ઓલિમ્પિકનું આયોજન માત્ર પેરિસમાં જ નહીં પણ ફ્રાન્સની રાજધાનીથી સેંકડો કિમી દૂરનાં સ્થળે પણ થશે. ફૂટબોલના મેચ નીસ, બોર્ડુ, નાંતેસ અને લિયોનમાં રમાશે. બાસ્કેટબોલ અને હેંડબોલના મુકાબલા લિલ્લમાં થશે. શૂટિંગ ઇવેન્ટસ શાતોહૂમાં થશે. એક સ્પર્ધા પેરિસથી 15716 કિમી દુર ફ્રેન્ચ પોલિનિજિયામાં આયોજિત થશે. જે ફ્રાન્સની બહાર પણ તેની માલિકીના પ્રદેશમાં આવે છે.  - બ્રેકિંગની રમત : પેરિસ ઓલિમ્પિકમાં બ્રેકિંગ એટલે કે બ્રેકડાન્સની રમત પદાર્પણ કરવા જઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકના આયોજકોના અનુરોધ ઉપર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ વાર્ષિક અધિવેશનમાં બ્રેકિંગની રમતને લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગને પણ આ વખતે જગ્યા મળી છે. બ્રેકિંગની બે સ્પર્ધા થશે. બી બોયઝ અને બી ગર્લ્સ હરીફાઇ 9 અને 10 ઓગસ્ટના થશે. - સુરક્ષામાં 40 દેશનો સાથ : આ વખતે ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રાન્સ સરકારની અપીલ ઉપર 40 દેશે પોતાના તરફથી દળો ઉપલબ્ધ કરાવ્યા છે. જેમાં ભારત પણ સામેલ છે. જર્મની, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, દ.કોરિયા, સ્પેન અને યુએઇના સુરક્ષા દળ સંબંધિત કર્મચારી પણ પેરિસ ગયા છે. ફ્રાન્સે યુરોપોલ અને બ્રિટિશ સરકાર સાથે સમજૂતી કરી છે. જેના હેઠળ બ્રિટિશ આર્મીએ સ્ટારસ્ટ્રીક મિસાઇલ તૈનાત કરી છે.  - વ્યક્તિગત દળનો સમાવેશ : અમુક ખેલાડી એવા પણ જોવા મળશે જેનાં નામની આગળ એઆઇએન લખેલું હશે. આ ઇન્ડિવિડયુલ ન્યુટ્રલ એથલિટના દળ માટેનો કોડ છે. જેમ ભારત માટે આઇએનડીનો ઉપયોગ થાય છે તેવી જ રીતે એઆઇએનનો ઉપયોગ થશે. હકીકતમાં રશિયા અને બેલારૂસ માટે ઓલિમ્પિકના દરવાજા બંધ છે. જો કે બન્ને દેશના અમુક ખેલાડીઓને એઆઇએન હેઠળ એન્ટ્રી મળી છે.  - મહિલા અને પુરુષ ભાગીદારી 50-50 ટકા : પહેલા આધુનિક સમયના ઓલિમ્પિકનું આયોજન 1896માં થયું હતું. જેમાં મહિલા ખેલાડીઓ શૂન્ય હતી. ઓલિમ્પિકના બીજા સંસ્કરણનું મેજબાન પેરિસ હતું અને ત્યારે 22 મહિલાએ ભાગ લીધો હતો. 100 વર્ષ બાદ જ્યારે પેરિસમાં ફરી આયોજન થઈ રહ્યું છે ત્યારે 49 ટકાથી વધુ મહિલા ખેલાડી ભાગ લઈ રહી છે. એટલે કે સો વર્ષ બાદ ઓલિમ્પિકમાં લૈંગિક સમાનતાનો આંકડો 50-50એ પહોંચ્યો છે. ઓલિમ્પિકનો સમાપન સમારોહ સ્ટે ડી ફ્રાન્સમાં થશે. જેની ક્ષમતા 77,803 દર્શકોની છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024