• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઓલિમ્પિકમાં સિંધુ પાસે ઇતિહાસ રચવાની તક

નવી દિલ્હી, તા. 26 : ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંઘુ સતત ત્રીજા ઓલિમ્પિકમાં પદક જીતીને ઈતિહાસ રચવા પૂરી કોશિશ કરશે. સિંઘુએ ઓલિમ્પિકના છેલ્લા અમુક મહિનામાં આકરો અભ્યાસ કર્યો છે. સિંઘુએ રિયો ઓલિમ્પિક અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો પેરિસ ઓલિમ્પિકમાં પણ પોડિયમ ઉપર પહોંચવામાં સફળ રહેશે તો પદકની હેટ્રિક પૂરી કરનારી પહેલી ભારતીય ખેલાડી બની જશે.  29 વર્ષીય સિંઘુ છેલ્લા અમુક સમયથી લયમાં ચાલી રહી નથી. જો કે છેલ્લા 8 મહિના પ્રકાશ પાદુકેણે સાથે વિતાવવાથી આત્મવિશ્વાસ વધ્યો છે અને સતત ત્રીજો ચંદ્રક જીતવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિંટનના મુકાબલા 27 જુલાઈથી શરૂ થવાના છે. સિંઘુએ પોર્ટે ડે લા ચેપલ એરિનામાં કહ્યું હતું કે નિશ્ચિત રીતે મેડલ જીતવાનું લક્ષ્ય છે. જો કે બે પદક જીત્યા છે અને ત્રીજા પદક જીતવાનું વધુ વિચારને દબાણ લાવવા માગતી નથી. સિંઘુએ આગળ કહ્યું હતું કે, તેના માટે દરેક ઓલિમ્પિક નવો હોય છે. એટલે મેડલ જીતવાનું જ લક્ષ્ય રાખે છે. આશા છે કે તે ઓલિમ્પિક પદકની હેટ્રિક પૂરી કરશે. પેરિસ આવતા પહેલા સિંઘુએ જર્મના સારબ્રુકેનમાં સ્પોર્ટકેમ્પસ સારમાં અભ્યાસ કર્યો હતો. જ્યાં સમુદ્ર તળથી ઊંચાઈ, હવામાન અને પરિસ્થિતિ ફ્રાન્સની રાજધાની પેરિસ જેવી છે. પરિસ્થિતિ સાથે અનુકુળ બનવા માટે પોતાના રૂમમાં હાઇપોક્સિક ચેમ્બર(ઓછું ઓક્સિજન) બનાવી હતી અને અમુક દિવસ સુધી તેમાં રહી હતી. હાઇપોક્સિક ચેમ્બર ખેલાડીનાં શરીરને વધુ ઊંચાઈ ધરાવતાં સ્થળો ઉપર રમવા માટે તૈયાર કરે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang