• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ઓલિમ્પિકના પ્રારંભમાં જ વિવાદ

પેરિસ, તા. 25 : `પ્રથમ કોળિયે જ માખી' જેવા તાલરૂપે ઓલિમ્પિક 2024નો પ્રથમ મુકાબલો જ વિવાદથી ખરડાયો હતો. રમતજગતના મહાકુંભનો પ્રારંભ આર્જેન્ટિના અને મોરક્કોની ફૂટબોલ મેચ સાથે થયો. આ મેચ દરમ્યાન મોરક્કોના પ્રશંસકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓ પર બોટલો ફેંકવા લાગ્યા હતા. એટલું જ નહીં, પરંતુ મેદાન પર ઊતરી આવ્યા હતા. વિવાદ થતાં આ મુકાબલાને લગભગ બે કલાક સુધી રોકી દેવાની ફરજ પડી હતી. સેંટ એટિનૈના જ્યોફ્રી ગુઇચર્ડ સ્ટેડિયમ પર આ મેચ મોરક્કોએ 2-1થી જીતી લીધી હતી. ખેલાડીઓ પર બોટલો ફેંકીને ખૂન કરવા જેવા કૃત્યથી વિવાદ થયા પછી તરત દોડી આવેલા પોલીસ જવાનોએ બોટલો ફેંકનાર પ્રશંસકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢ્યા હતા. મેચ બરાબરી પર આવ્યા બાદ મેચ જોવા આવેલા મોરક્કોની ટીમના ચાહકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓ પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. વિવાદ વકરતાં પોલીસે આખું સ્ટેડિયમ ખાલી કરાવી દીધું હતું અને ખેલાડીઓને પણ મેદાન બહાર લઇ જવા પડયા હતા. મેચ બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓ તેમજ આ ટીમના પ્રશંસકોમાં મોરક્કોના ચાહકો વિરુદ્ધ ગુસ્સો જોવા મળ્યો હતો. મેચ પ્રશંસક-દર્શકો વિના જ પૂરી કરાવાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024