• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની સેમિ ફાઇનલ

દામ્બુલા, તા. 25 : બાંગ્લાદેશની મહિલા ટીમે ટી-ર0 એશિયા કપના લીગ મુકાબલામાં મલેશિયાને 114 રને હરાવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જયાં તેનો મુકાબલો ભારત સામે થશે. ર6મી જુલાઈએ ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ એશિયા કપના સેમિ ફાઇનલમાં ટકરાશે. શુક્રવારે જ બીજી સેમિ ફાઇનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. શ્રીલંકાએ બુધવારે ગ્રુપ મેચમાં થાઇલેન્ડને 10 વિકેટે હરાવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત બાંગ્લાદેશને અને પાકિસ્તાન શ્રીલંકાને હરાવે તો તા.ર8ને રવિવારે ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang