• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ફરી ચૂંટાયા નીતા અંબાણી

પેરિસ, તા.25 : પેરિસ ર0ર4 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ અગાઉ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈ.ઓ.સી.)એ જાહેરાત કરી છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી ભારત તરફથી આઈ.ઓ.સી.ના સભ્ય તરીકે પેરિસમાં હાલમાં ચાલી રહેલા 14રમાં આઈ.ઓ.સી. સત્રમાં 100 ટકા મત સાથે સર્વાનુમતે પુન: ચૂંટાયા છે. ફરી સભ્ય બન્યા બાદ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, `ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ સન્માનિત હોવાનો અનુભવ કરું છું. પ્રમુખ બાક અને આઈ.ઓ.સી.માં મારા તમામ સાથીદારોનો મારામાં વિશ્વાસ બદલ તેમનો આભાર માનું છું. આ પુન: ચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિન્હ નથી, પરંતુ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવને પણ માન્યતા આપે છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ર્ગની આ ક્ષણ શેર કરું છું અને ભારત તથા સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિક ગતિવિધિને મજબૂત કરવાના અમારા પ્રયાસો જારી રાખવાની અપેક્ષા રાખું છું.' 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang