• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

આજે પેરિસ ઓલિમ્પિક્સનું ઉદ્ઘાટન

પેરિસ, તા. 25 : દુનિયાભરના રમતવીરોને આકર્ષતા ખેલોના મહાકુંભ ઓલિમ્પિક્સનો શુક્રવારે ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર ઉદ્ઘાટન સમારોહ ઓલિમ્પિક સ્ટેડિયમમાં નહીં, પણ પેરિસની સીન નદી પર યોજાશે. પારંપરિક પરેડમાં 10 હજારથી વધુ ખેલાડી એક પછી એક 100 જેટલી બોટમાં સવાર થઈને માર્ચપાસ્ટ કરશે. દરમિયાન દુનિયા સમક્ષ પેરિસની ભવ્યતાના દર્શન કરાવાશે. આ કાર્યક્રમ અંતર્ગત છ કિમી સુધીના માર્ગને રોશની સહિતથી સજાવવામાં આવ્યો છે, તો સમારોહ તથા ખેલમહાકુંભના પગલે પેરિસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. પરેડની શરૂઆત ઓસ્ટરલિટ્જ બ્રિજથી શહેરના વચ્ચેના માર્ગોમાંથી પસાર થઈને એફિલ ટાવર સુધી પહોંચશે, જેમાં સૌથી પહેલાં ગ્રીસ પ્રતિનિધિત્વ કરશે. કેમ કે, ઓલિમ્પિકની શરૂઆત 1896માં ગ્રીસના એથેન્સમાં થઈ હતી. માર્ચપાસ્ટમાં ભારત 80મા સ્થાન પર હશે. ઓલિમ્પિકના પગલે પેરિસને સુરક્ષા છાવણીમાં ફેરવી નખાયું છે. સ્થાનિકો ઉપરાંત ભાગ લેનારાઓને બારકોડ એન્ટ્રીપાસ અપાયા છે, જેના વિના સમારોહ કે રમત જોવા માટે પરવાનગી નહીં અપાય. જ્યારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મધ્ય પેરિસને સદંતર બંધ કરી દેવાશે અને 45,000  પોલીસ અને અર્ધસૈનિક દળના અધિકારી, 10,000 જવાન અને 20,000 ખાનગી સુરક્ષાગાર્ડને તૈનાત કરાયા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024