• શનિવાર, 27 જુલાઈ, 2024

ક્લાસેનની કમાલ ; આફ્રિકા અંતિમ આઠમાં

ન્યૂયોર્ક, તા. 10 : આઇસીસી ટી-20 વિશ્વકપના અભિયાનનો વિજયી પ્રારંભ કરતાં પોતાની બંને મેચ જીતી ચૂકેલી દક્ષિણ આફ્રિકાની ટીમે સોમવારે ઓછો સ્કોર કર્યા પછીયે બાંગલાદેશને હરાવતાં વિજયકૂચ જારી રાખી હતી અને સુપર-આઠમાં પ્રવેશ મેળવી લીધો છે. આફ્રિકાએ આપેલા 114 રનના સામાન્ય લક્ષ્યથી બાંગલાદેશ માત્ર ચાર રન દૂર રહ્યું હતું. પ્રોટીસની જીતમાં 44 દડામાં બે ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 46 રન કરનાર મેન ઓફ? મેચ હેનરિક ક્લાસેન અને ત્રણ વિકેટ ખેરવનાર કેશવ મહારાજે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. અસમાન ઉછાળવાળી પીચે આફ્રિકી બેટધરોની કસોટી તો કરી હતી, પરંતુ છેલ્લા દડા સુધી રસાકસીના અંતે આખરે ચાર રને દિલધડક જીત મેળવી હતી. મેદાન પર ઊતરેલા બાંગલાદેશે માત્ર?50 રનમાં ચાર વિકેટ ખોઇ દીધી હતી. આમ, દાવના પ્રારંભથી દબાણ હેઠળ રમવા છતાં  ટીમે છેલ્લા દડા સુધી સંઘર્ષ કર્યો હતો. બાંગલાદેશ વતી તૌહિદ હૃદોયે 34 દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 37 રન કર્યા હતા. બાકી કોઇ બેટધર ક્રીઝ પર લાંબું ટકી શક્યો નહોતો. અગાઉ, બાંગલાદેશની ચુસ્ત બોલિંગ સામે . આફ્રિકાની ટીમ 20 ઓવરના અંતે વિકેટે 113 રન કરી શકયું હતું. આફ્રિકાએ એક તબક્કે પાંચ ઓવરની અંદર 23 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની સ્થિતિમાં ડેવિડ મિલર અને હેનિરક ક્લાસેન વચ્ચે પાંચમી વિકેટમાં 79 દડામાં 79 રનની ભાગીદારી થઇ હતી. ક્લાસેન 44 દડામાં બે ચોગ્ગા-ત્રણ છગ્ગાથી 46 રને અને મિલર 38 દડામાં એક ચોગ્ગા-એક છગ્ગાથી 29 રને આઉટ થયા હતા. સિવાય ડિ'કોકે ઓપનિંગમાં આવીને 11 દડામાં એક ચોગ્ગા-બે છગ્ગાથી 18 રનની કેમિયો ઇનિંગ્સ રમી હતી. રીઝા હેંડ્રિકસ ઝીરો, કપ્તાન એડન માર્કરમ ચાર, ટ્રિસ્ટન સ્ટબ્સ ઝીરોમાં આઉટ થયા હતા. યાનસેન પાંચ અને મહારાજ ચાર રને નોટઆઉટ રહ્યા હતા. બાંગલાદેશ તરફથી તનજિમ હસન સાકિબે 18 રનમાં ત્રણ અને તસ્કિન અહમદે 19 રનમાં બે વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang