• રવિવાર, 23 જૂન, 2024

ગિલ અને રોહિત વચ્ચે મતભેદ

નવી દિલ્હી, તા. 15 : રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમ ટી20 વિશ્વકપ 2024ના સુપર-8માં પહોંચી ચૂકી છે. અંતિમ લીગ મેચ બાદ રોહિત બ્રિગેડ આગામી રાઉન્ડ માટે વેસ્ટ ઇન્ડિઝ રવાના થશે. જો કે રિઝર્વ ક્રિકેટરોની યાદીમાં સામેલ બેટ્સમેન શુભમન ગિલ સ્વદેશ પરત ફરે તેવી ચર્ચા છે. ગિલના ભારત પરત ફરવા મુદે ચર્ચા છે. એક અહેવાલના દાવા અનુસાર ગિલને રિઝર્વ ખેલાડીઓની યાદીમાંથી બહાર કરવાનું કારણ અનુશાસનહીનતા છે. કહેવાય છે કે ગિલે ભારતીય ટીમ સાથે વધુ સમય વિતાવવાને બદલે પોતાના વધારાના કામો અને બિઝનેસમાં વ્યસ્ત રહ્યો હતો. તે ટીમ ઇન્ડિયા સાથે મુસાફરી કરતો પણ જોવા મળ્યો નહોતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે નવમી જૂને ટક્કર થઈ ત્યારે રિઝર્વ પ્લેયર રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ સ્ટેડિયમમાં ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. ગિલ મેચમાં પણ જોવા મળ્યો નહોતો. ગિલ અને કેપ્ટર રોહિત શર્મા વચ્ચે પણ અણબનાવની પણ અટકળો છે. કહેવાય છે કે ગિલે ઇન્સ્ટાગ્રામ ઉપર રોહિતને અનફોલો કરી દીધો હતો. જો કે તેમાં હકીકત કેટલી છે તેની પુષ્ટિ થઈ શકી નથી. ગિલ ઉપરાંત ઝડપી બોલર આવેશને પણ ટીમમાંથી રિલિઝ કરવામાં આવે તેવી સંભાવના છે. અહેવાલ અનુસાર ટીમ મેનેજમેન્ટ સુપર-8 રાઉન્ડમાં ચાર રિઝર્વ ખેલાડીઓ જરૂરી સમજી રહ્યું નથી. સૂત્રો અનુસાર શુભમન અને આવેશ અમેરિકામાં ગ્રુપ લીગ તબક્કા સુધી રોકાવાના હતા અને બાબત પહેલાથી નક્કી હતી. માટે આયર્લેન્ડ સામેના મેચ બાદ તેઓને ટીમથી અલગ કરી દેવામાં આવશે. ભારત સુપર-8નો પહેલો મુકાબલો 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમશે. બીજી મેચ 22મીએ અને ત્રીજી મેચ 24મીએ રમાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang