• રવિવાર, 23 જૂન, 2024

કુનરિયાનાં બે ભૂંગાંની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો : ત્રણ ચોર પકડાયા

ભુજ, તા. 15 : તાલુકાના કુનરિયાની સીમના વાડીમાંના બે ભૂંગાંમાંથી 25મી મેના રાત્રે થયેલી રૂા. 87,100ના મુદ્માલની ચોરીના ગુનાનો ભેદ એલસીબીએ ઉકેલી લીધો છે. ચોરીનો અંજામ આપનારા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે અને ચોરીનો માલ ખરીદનારામાં નખત્રાણાના સોના-ચાંદીના બે વેપારીના નામ ખુલ્યા છે. અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડને સંયુક્ત બાતમી મળી હતી કે, ચોરીમાં સંડોવાયેલા ઇસમ કમાલ કલાધાર રાયશી (રહે. ભીરંડિયારા) વાળો અન્ય બે ઇસમ સાથે મહારૂદ્રાણી હોટલ પાસે ઊભો છે. બાતમીના આધારે કમાલ ઉપરાંત હાસમ ઉર્ફે હાસિયો ઓસમાણ વાઢા (રહે. કાઢવાંઢ-ખાવડા) અને અલી ગુલામહુશેન ઉર્ફે હાજીગુલી જત (રહે. સરાડા)ને ઝડપી યુક્તિ પ્રયુક્તિથી પુછતાછ કરતા ત્રણેય સાથે મળી સુમરાસર ગામથી કુનરિયા ગામ વચ્ચે આવેલી વાડી વિસ્તારમાં રાત્રિના સમયે અલગ અલગ ભૂંગા, ઓરડીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા અને બે મોબાઇલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરાઉ દાગીના તેઓએ છગન સોની તથા દીપક સોની (મારૂતીનંદન જવેલર્સ નખત્રાણા) મધ્યે વેચ્યાનું જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ કિ. રૂા. 15,500નો મુદ્માલ કબજે કરી ત્રણે આરોપીને આગળની કાર્યવાહી અર્થે માધાપર પોલીસને સોંપવામાં આવ્યા છે. આરોપી હાસમ ઉર્ફે હાસિયો ચોરીનો રિઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ 15 જેટલા ચોરી સંબધિત ગુના નોંધાયેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang