• રવિવાર, 23 જૂન, 2024

માંડવીની કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસ માટે મહિલાઓને થયો ધરમ ધક્કો

માંડવી, તા. 15 : અહીંની કોર્ટમાં શનિવારે ભરણપોષણ, ચડત ભરણપોષણ વિગેરે બાબતોના કેસ યોજાતા હોય છે તે મુજબ આજે માંડવી તાલુકાના મઉં, ગઢશીશા, મકડા, બાંભડાઇ, દેવપર, દેઢિયા, હાલાપર, સાભરાઇ, કોકલિયા, બાડા, ભાડા, પાંચોટિયા, દુર્ગાપુર, માંડવી વિગેરે ગામોની મહિલા અસીલો આવી પહોંચી અને દરેકને હાજર વકીલોએ જણાવ્યું કે, આપની ફાઇલ મુંદરા ફેમિલી કોર્ટમાં ગઇ છે, હવે આપને મુંદરા ફેમિલી કોર્ટમાં જવું પડશે. બહેનોએ સરકારના માંડવીમાંથી ફેમિલી કોર્ટને મુંદરા લઇ જવાના નિર્ણયને સખત શબ્દોમાં વખોડતાં પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે મુંદરા એકલા કઇ રીતે જઇએ. માંડવીમાં કેસ હતો તે અમે એકલા આવી જતા હતા. ભરણપોષણની રકમ જે મળે તે મુંદરા સુધી જવા-આવવામાં અને આખો દિવસ અમે ગામડેથી આવીએ ને પરત જઇએ તેમાં પૂરો થઇ?જાય. અમારો કેસ 2023થી ચાલે છે, કુટુંબના બધા ધંધો કરે છે, માંડવી આવવામાં હું એકલી મારી છોકરીને લઇને આવી છું. હાજર વકીલોએ ફેમિલી કોર્ટ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, દર મહિનાની તા. 5-6-7 એમ ત્રણ દિવસ મુંદરામાં ફેમિલી કોર્ટના કેસો ચાલશે જેમાં રવિવારે કે રજાના દિવસો આવશે ત્યારે તે બંધ?હશે. માંડવી જ્યુ. મેજિ.માં ચાલતા કેસો 300 આસપાસ જ્યારે સિનિયર ડિવિઝનમાં ચાલતા કેસો 80 આસપાસ પેન્ડિંગ છે. એવા સંજોગોમાં જ્યાં સુધી ફેમિલી કોર્ટનો રસ્તો નીકળે ત્યાં સુધી અગાઉ જેમ માંડવીમાં વ્યવસ્થા હતી તેમ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કેસ ચલાવવા જોઇએ તો મુંદરાના બદલે માંડવીમાં વ્યવસ્થા ચાલી શકે. માંડવી બાર એસોસિયેશને વિવિધ?ક્ષેત્રે લેખિત રજૂઆતો કરી છે જેમાં ધારાસભ્યને પણ રૂબરૂ મળી રજૂઆત કરી છે અને 11-11 દિવસ સુધી રસ્તો નીકળતાં જાગૃતો મુદ્દો ચોરે ને ચૌટે ચર્ચી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang