• રવિવાર, 23 જૂન, 2024

જર્મનીમાં આજથી જામશે યુરો કપનો જંગ

મ્યૂનિચ, તા. 14 : ફિફા વર્લ્ડ કપ બાદની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ યુરો કપ-2024નો શનિવારથી પ્રારંભ થશે. ફૂટબોલના મિની વર્લ્ડ કપ નામે જાણીતી યુરો કપ ટૂર્નામેન્ટ 1 જૂનથી 1 જુલાઈ દરમિયાન રમાશે. જેમાં યુરોપની ટોચની 24 ટીમ વચ્ચે ટક્કર થશે. પહેલી મેચ યજમાન જર્મની વિ. સ્કોટલેન્ડની ટીમ વચ્ચે ખેલાશે. તમામ 24 ટીમને ચાર-ચારના સમૂહમાં ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-16 રાઉન્ડમાં પહોંચશે. 2006ના ફિફા વર્લ્ડ કપ પછી જર્મનીમાં પહેલીવાર કોઈ મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે. ગત યુરો કપમાં ઇટાલી ટીમ ચેમ્પિયન બની હતી. વખતે ઇટાલી ટીમ ગ્રુપ-બીમાં સ્પેન અને ક્રોએશિયા સાથે છે. તેને ગ્રુપ ઓફ ડેથ કહેવામાં આવી રહ્યંy છે. ઇટાલી તેના અભિયાનનો આરંભ તા. 16 જૂને અલ્બાનિયા સામે કરશે. કિલિયન એમ્બાપેની ટીમ ફ્રાંસ ખિતાબની પ્રબળ દાવેદાર છે. ફ્રાંસ તેની પહેલી મેચ 18મીએ ઓસ્ટ્રિયા વિરુદ્ધ રમશે. ચાહકોની નજર સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. તેની આખરી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ માનવામાં  આવે છે.  2016માં રોનાલ્ડોની આગેવાનીમાં પોર્ટુગલ ટીમ યુરો કપની ચેમ્પિયન બની હતી. પોર્ટૂગલની પહેલી મેચ 19મીએ ઝેક ગણરાજ્ય સામે છે. ભારતનમાં યુરો કપની મેચ સોની સ્પોર્ટ્સની જુદી-જુદી ચેનલો પર જોવા મળશે. જ્યારે ઓનલાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ પર થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang