• રવિવાર, 23 જૂન, 2024

ન્યુઝીલેન્ડે યુગાન્ડાને કર્યું ખેદાન મેદાન

નવી દિલ્હી, તા. 15 : ન્યુઝીલેન્ડે ટી20 વિશ્વકપ 2024માં યુગાન્ડાને તબાહ કરી દીધું હતું. ટીમે શનિવારે યુગાન્ડા સામે નવ વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને યુગાન્ડાને 18.4 ઓવરમાં 40 રને ઢેર કરી દીધું હતું. જવાબમાં ન્યુઝીલેન્ડે 5.2 ઓવરમાં એક વિકેટના નુકસાને સરળતાથી લક્ષ્ય પાર પાડયું હતું . ડેવોન કોનવે 22 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. રચિન રવીન્દ્રએ અણનમ 1 રન કર્યો હતો જ્યારે ફિન એલનના બેટમાંથી 9 રન નીકળ્યા હતા. ગ્રુપ સીનો હિસ્સો રહેલા ન્યુઝીલેન્ડની ત્રણ મેચમાં પહેલી જીત છે. વિલિયમસનની ટીમ સુપર-8માથી પહેલાં બહાર થઈ ચૂકી છે. મેચમાં યુગાન્ડાના નવા ખેલાડી બે અંક સુધી પહોંચી શક્યા નહોતા. જેમાંથી ચાર ખેલાડીનું ખાતુ પણ ખુલ્યું નહોતું. યુગાન્ડાની ટીમે પુરુષોના ટી20 વિશ્વકપમાં ત્રીજો સૌથી નાનો સ્કોર કર્યો હતો. સૌથી ઓછો સ્કોર 39 રન છે. જે યુગાન્ડાએ વર્તમાન સ્પર્ધામાં વેસ્ટ ઇન્ડિઝ સામે કર્યો હતો. આટલા  રન નેધરલેન્ડે 2014મા શ્રીલંકા વિરુદ્ધ કર્યા હતા. યુગાન્ડા સામે અનુભવી ઝડપી બોલર ટિમ સાઉદીએ કાતિલ બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર ચાર રન ખર્ચ કર્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી. સાઉદીએ ટી20 વિશ્વકપમાં સૌથી સારી ચાર ઓવરનો સ્પેલ ફેંક્યો હતો.  ન્યઝીલેન્ડે યુગાન્ડાને કચડીને પોતાનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. હકીકતમાં ન્યુઝીલેન્ડે ટી20 ઈતિહાસમાં બાકી બોલના હિસાબે સૌથી મોટી જીત નોંધાવી છે. ટીમે 88 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. કીવી ટીમનો પહેલાનો રેકોર્ડ 74 બોલનો હતો. જે 2007માં કેન્યા વિરુદ્ધ નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડ યાદીમાં ટોચનાં સ્થાને છે. જેણે ઓમાનને 101 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang