• મંગળવાર, 23 જુલાઈ, 2024

માત્ર 19 દડામાં જીત સાથે ઇંગ્લેન્ડની આશા જીવંત

નોર્થ સાઉન્ડ (એન્ટીગા), તા. 14 : ઓમાન વિરુદ્ધ વિક્રમી 101 દડા બાકી રાખીને 8 વિકેટે આક્રમક જીત મેળવીને વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડે તેની સુપર-8 રાઉન્ડની આશા જીવંત રાખી છે. ઓમાન ટીમ ગ્રુપ બીની મેચમાં 13.2 ઓવરમાં 47 રનમાં ઢેર થઈ ગઈ હતી. પછી ઇંગ્લેન્ડે માત્ર 3.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 0 રન કરી એકતરફથી અને ઝડપી જીત મેળવી હતી. જીતથી ઇંગ્લેન્ડની નેટ રનરેટ પણ પ્લસ 3.081 થઈ છે જ્યારે ગ્રુપની બીજા નંબરની ટીમ સ્કોટલેન્ડની રન રેટ 2.164 છે. તેણે આખરી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જ્યારે ઇંગ્લેન્ડ આખરી મેચ નામીબિયા સામે રમશે. પ્લેયર ઓફ મેચ આદિલ રશીદે 11 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્ક વૂડે 12 રનમાં 3 અને જોફ્રા આર્ચરે પણ 12 રનમાં 3 વિકેટ લીધી હતી. ઓમાન તરફથી ફક્ત શોએબ ખાન (11) બે આંકડે પહોંચી શક્યો હતો. પછી 48 રનના મામૂલી વિજય લક્ષ્યનો પીછો કરતાં ઇંગ્લેન્ડના કપ્તાન જોસ બટલરે 8 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 24 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ફિલ સોલ્ટે 3 દડામાં 12 રન અને જોની બેયરસ્ટોએ બે દડામાં અણનમ 8 રન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang