• રવિવાર, 23 જૂન, 2024

ડે. સ્પીકર પદ માટે `ઇન્ડિયા' મેદાને

નવી દિલ્હી, તા. 1 : 18મી લોકસભાનું પહેલું સંસદીય સત્ર 4 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ પૂર્ણ થશે. વિશેષ સત્રમાં લોકસભા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે અને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. લોકસભા ચૂંટણીમાં 34 બેઠક જીત્યા બાદ ઇન્ડિયા ગઠબંધન ઉત્સાહમાં છે અને ડે.સ્પીકર પદે દાવેદારી કરશે. સૂત્રો અનુસાર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ડે.સ્પીકર પદ મેળવવા મેદાને છે. જો પદ આપવામાં નહીં આવે તો સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી છે. જો કે અંતિમ નિર્ણય સત્ર શરૂ થયા પહેલાં લેવામાં આવશે. 6મી જૂને લોકસભા પોતાના નવા સ્પીકરની પસંદગી કરશે. 7 જૂને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંસદના બન્ને ગૃહને સંયુક્ત સંબોધન કરશે. એનડીએની નવી સરકાર બન્યા બાદથી એવી અટકળોએ વેગ પકડી હતી કે, સરકારની સહયોગી જનતા દળ(યુ) લોકસભામાં સ્પીકરપદ માગી શકે છે. જો કે, ગઈકાલે અટકળોને સમાપ્ત કરતાં જેડી(યુ) સ્પષ્ટ કર્યું હતું કે, સ્પીકર પદ માટે ભાજપ જેનું પણ નામ આગળ  ધરશે તેને જેડી(યુ) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર બહુમત મેળવ્યો હોવાથી સ્પીકર પદ પર ભાજપનો દબદબો રહ્યો હતો. 18મી લોકસભામાં અધ્યક્ષની ભૂમિકા મહત્ત્વની રહેવાની છે. કેમ કે, વિપક્ષી ઈન્ડિયા જોડાણ 234 સભ્ય સાથે સશક્ત થઈને ગૃહમાં નજરે પડશે. વિપક્ષો અગાઉ કહી ચૂક્યા છે કે, વખતે ગૃહમાં ભાજપની મનમરજી ચાલશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang