• રવિવાર, 23 જૂન, 2024

કચ્છમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકની મેલી મુરાદ પોલીસે નાકામ કરી

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વીટ કરીને છેલ્લા એક અઠવાડિયામાં પકડાયેલા ડ્રગ્સની વિગતો જાહેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ ! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં જણાવ્યું છે કે, કચ્છ - ભુજ પોલીસ દ્વારા પેટ્રાલિંગ દરમિયાન એક અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી  કુલ રૂ.61,66,34,500/-ના માદક પદાર્થો પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. ડ્રગ્સ દ્વારા દેશના યુવાનોને પાયમાલ કરવાનો કુવિચાર સેવનારને ગુજરાત પોલીસે કડક કાર્યવાહી થકી ચેતવણી આપી છે કે અમે તમારા બદઈરાદાઓને ગુજરાતમાં સફળ નહીં થવા દઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang