• રવિવાર, 23 જૂન, 2024

આજે પ્રોજેક્ટ રોશનીનો દસમો મણકો : અત્યાર સુધી 1173 દર્દીને મળી રોશની

ભુજ, તા. 15 : મૂળ માધાપરના .નિ. દેવજીભાઇ ગાંગજી હાલાઇ પરિવારના પાંચ લાખનાં દાનથી યોજાનારો સારા લેન્સ સાથેની સર્જરીનો `રોશની' કેમ્પ યોજાનારો છે. અત્યાર સુધી પ્રોજેક્ટ અંતર્ગત 3150 દર્દી તપાસાયા છે. તેમાંથી 1173 નેત્રમણિ બેસાડાઇ છે. છારી, વેલ, યાગલેઝર અને મોતિયાની સંપૂર્ણ સારવાર કરાઈ છે. 10મા કેમ્પમાં કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ, દાતા પરિવાર, આયોજક લેવા પટેલ સમાજ ટ્રસ્ટના વેલજીભાઇ પિંડોરિયા, મંત્રી કરશનભાઇ મેપાણી, ખજાનચી રામજીભાઇ સેંઘાણી, રોશનીના પ્રેરક ગોપાલભાઇ ગોરસિયા, કેશરાભાઇ પિંડોરિયા, દાતા નાનજીભાઇ પિંડોરિયા સહિતના ઉપસ્થિત રહેશે. તંત્રી દીપક માંકડ, મેનેજર મુકેશભાઇ ધોળકિયા કચ્છમિત્ર વતી ઉપસ્થિત રહેશે. કેમ્પના દાતા પ્રેરક વિનોદભાઇ પિંડોરિયા (માધાપર) છે. સમગ્ર આયોજન ત્રણેય પાંખના સભ્યો દ્વારા કરાયું છે. ઉલ્લેખનીય છે કે, કેમ્પમાં સુપ્રાફોબ ફોલ્ડેબલ લેન્સ  બેસાડી અપાય છે. સારા લેન્સની નિ:શુલ્ક સર્જરી કેમ્પની વિશેષતા છે. કેમ્પનો પ્રારંભ સવારે 9-15 વાગ્યે કરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang