• રવિવાર, 23 જૂન, 2024

બન્નીનો આર્તનાદ; ભૂમિ અધિકાર અને બીજા પ્રશ્નોનો નીવેડો લાવો

કચ્છની ઉત્તરે એક સમયે એશિયાનાં શ્રેષ્ઠ ઘાસિયા મેદાન લહેરાતાં હતાં બન્ની પ્રદેશ તેની વિશેષતા સાચવવા, અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. કચ્છમિત્ર?દ્વારા થોડા દિવસ પહેલાં બન્નીવાસીઓના હાલચાલ જાણવા એક બેઠકનું આયોજન થયું, એમાં થોકબંધ પ્રશ્નો ઉપસીને સામે આવ્યા અને મોટાભાગના અગ્રણીઓ-સરપંચો એક મુદ્દે એકસૂર હતા કે બન્નીના બાવન ગામને મહેસૂલી દરજ્જો હોવાથી લોકોનું જીવન, વિકાસ કાયદાની આંટીઘૂંટીમાં અટવાઇ ગયા છે. ધોરડોના સરપંચ મિયાં હુસેન ગુલબેગે કહ્યું કે, મોટામાં મોટો મુદ્દો સેટલમેન્ટનો છે. 1955માં બન્ની વન ખાતાંને તબદીલ થયું એને લીધે કોઇ?પાસે માલિકીની જમીન નથી. આને લીધે વિરોધાભાસ કેવો ઉત્પન્ન થાય ? ધોરડો અને સફેદ રણને પ્રવાસનના વૈશ્વિક નકશામાં મૂકવામાં જેમનું વિઝન કામ આવ્યું એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે હોમ સ્ટે ઊભા કરવા, સ્થાનિક લોકોને રીતે રોજગારીના સાધનો વિકસાવવા પ્રેરિત કરે છે, પરંતુ ભૂમિ અધિકાર વિના હોમ સ્ટે બનાવવા કેમ ? જેમણે બાંધ્યા?છે એમને અગ્નિશમન સિસ્ટમ લાગુ કરવી હોય તો કાગળો વિના કંઇ થઇ શકતું નથી. પ્રવાસન સાથે બન્નીનો વિકાસ થયો છે. રોજગારી નિર્માણ થઇ?છે એની ના નહીં, પરંતુ અમુક પ્રશ્નો જેમના તેમ છે. બન્નીનો આરોગ્યનો પ્રશ્ન સૌથી ગંભીર છે. ભીરંડિયારામાં દવાખાનાનું મકાન ઊભું થયું. બસ, તેથી આગળ કંઇ નહીં... ઇમરજન્સીમાં 108 બોલાવીએ તો તે દર્દીને ભુજને બદલે ખાવડા લઇ જાય. ત્યાં પણ અદ્યતન સારવાર હોવાથી ભુજ ધકેલે... એક અગ્રણીએ ભીની આંખે કહ્યું કે, આવા ધક્કાને લીધે ઘણા લોકો બચી શકે તેમ હોવા છતાં જીવાદોરી વહેલી ટૂંકાઇ જાય છે. ભીરંડિયારાના સરપંચે કહ્યું કે, બન્નીવાળા પાસે જમીન નહીં રહે તો સંસ્કૃતિ, પશુપાલન, જીવન બધું નાબુદ થઇ જશે. ઉચ્ચ શિક્ષણની ખામી છે. ગામડાંની પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. ટૂંકમાં, બન્નીનો મામલો પેચીદો છે. તેના મૂળમાં જઇએ તો છેક 1955માં કચ્છ જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ?હતો ત્યારે બન્નીને રક્ષિત જાહેર કરવામાં આવી, એની પાછળનો હેતુ બન્નીના ઘાસિયા મેદાનોનો વધુ સારી રીતે, વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરીને એને બીજું નેધરલેન્ડસ બનાવવાનો તેમજ બન્નીની સંસ્કૃતિ અને ભાતીગળ લોકજીવન અકબંધ જળવાઇ રહે જોવાનોય હતો, પણ રક્ષિત બન્નીની જાહેરાત કાગળના વાઘ?જેવી બની રહી. કારણ કે, તેની સોંપણી વન ખાતાંને થવી જોઇએ થતાં મહેસૂલ ખાતાં પાસે બન્નીનો કબજો રહ્યો...જાણકારો કહે છે કે, અત્યારની દુર્દશા માટે બાબત કારણભૂત છે. ઉત્તરવાહિની નદીઓ ઉપર ડેમો બંધાતાં ઘાસિયા મેદાનોમાં પૂર સાથે કાંપ ઠાલવવાની પ્રક્રિયા લગભગ બંધ થઇ?ગઇ... વરસાદનું ઓછું પ્રમાણ અને અધૂરામાં પૂરું ગાંડા બાવળના ઉછેરે આખા વિસ્તારનું નખ્ખોદ નીકળી ગયું. વક્રતા છે કે બન્ની વિસ્તાર રક્ષિત જંગલ કહેવાય છે, પણ તેનો કબજો મહેસૂલ ખાતાં પાસે. પહેલાં તો જવાબદારી સુનિશ્ચિત કરવાની જરૂર છે. 1997માં કચ્છના તત્કાલીન કલેક્ટરે બન્ની વિસ્તાર વનતંત્રને સુપરત કરતો હુકમ કર્યો સામે બન્નીવાસીઓએ આંદોલન કર્યું હતું. લોકોની ભીતિ હતી કે, વનતંત્રની હકુમતથી રોજી-રોટી છીનવાઇ જશે, પરંતુ વન ખાતાંએ મહેસૂલ તંત્ર પાસેથી બન્નીનો હવાલો આજ સુધી સંભાળ્યો નથી. આમ, ખુદ બન્નીનો માલિકીનો મામલો અટવાયેલો છે. સવાલ છે કે, બન્નીવાસીઓએ કેટલાં વર્ષ સહન કરવાનું ? ગુજરાત અને કેન્દ્ર સરકાર નિર્ધાર કરે છે તો જટિલ કોકડુંએ ઉકેલી દેવાય છે. આવી સક્રિયતા બન્ની માટે દાખવવાની જરૂર છે. માટે જરૂર પડયે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના ધારાશાત્રીઓનો અભિપ્રાય લઇને મામલો કઇ?રીતે હલ થાય વિશે અભિપ્રાય મેળવવો જોઇએ. આખરે 40 હજાર માલધારીનો, બન્નીની અસ્મિતાનો સવાલ છે. સ્થાનિક લોકો કહે છે કે, છેક આફ્રિકાથી આવનારા ચિત્તાને વસાવવા માટે બન્નીમાં ઘર તૈયાર થઇ રહ્યું છે, પરંતુ 500 વર્ષની બન્નીને પોતાનું ઘર બનાવીને વસતા માલધારીઓના સાતેક હજાર પરિવારની ઝંખનાનું શું ? ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર પ્રશ્ન વેળાસર હાથ?પર લે અને માલિકી હક્ક ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પાણી, રસ્તા સહિતના મુદ્દે બન્નીને ન્યાય આપે સમયનો તકાજો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang