• રવિવાર, 23 જૂન, 2024

દૃષ્ટિની ખામીવાળા ખેલાડીઓના કૌવતથી માધાપર ગાજી ઉઠયું

મહેશ સોની દ્વારા : માધાપર, તા. 15 : જેમની દૃષ્ટિમાં ક્ષતિ છે, પણ જુસ્સો બુલંદ છે એવા ખેલાડીઓની રાજ્ય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટ નવચેતન અંધજન મંડળ, માધાપરના સંચાલન હેઠળ દિવ્યાંગ વિદ્યાવિહાર ખાતે યોજાઇ હતી. ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો હતો. અન્ડર-18 સ્પર્ધામાં વલસાડની ટીમ, અબોવ 18 ટુર્નામેન્ટમાં પણ વલસાડની ટીમે બાઝી મારી હતી. અહીં દૃષ્ટિક્ષતિ ખેલાડીઓ માટેની રાજ્ય સ્તરની ચેસ ટુર્નામેન્ટ પણ યોજાઇ હતી, જેમાં 90 ખેલાડીએ ભાગ લીધો હતો. દૃષ્ટિક્ષતિ ખેલાડીઓ માટેની રાજ્ય કક્ષાની ક્રિકેટ  ટુર્નામેન્ટમાં  રાજ્યમાંથી કુલ 26 ટીમો જોડાઇ હતી. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાન ડી.બી. ઝાલા (એજીએમ-બીકેટી કચ્છ), ડી.ડી. રાણા (બીકેટી), અરજણભાઇ ભુડિયા (માજી સરપંચ નવાવાસ-માધાપર), ગંગાબેન મહેશ્વરી (માધાપર જૂનાવાસ સરપંચ), તાલુકા પંચાયતના સદસ્ય તુષારીબેન વેકરિયા, લક્ષ્મીબેન જરૂ, પ્રવીણાબેન રાઠોડ, ભાનુબેન ભુડિયા, સુખદેવસિંહ ગજ્જર (વહીવટદાર નવાવાસ ગ્રા.પં.), પરેશભાઇ ભાવસાર, દામજીભાઇ હડિયલ (રાષ્ટ્રીય અંધજન મંડળ પ્રતિનિધિ), શ્રી ત્રિપાઠી (માધાપર-વીજબોર્ડ), સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજીભાઇ એમ. પ્રજાપતિ, ટ્રસ્ટી હરજીભાઇ લાછાણી, દામજીભાઇ ઓઝા, ચીફ કોર્ડિનેટર દીપકપ્રસાદના હસ્તે લીલીઝંડી આપી માર્ચપાસ્ટ સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરાઇ હતી. મહેમાનોનું શાબ્દિક અને પરિચય સંસ્થાના ખજાનચી ઝીણાભાઇ ડબાસિયાએ કર્યું હતું. ટુર્નામેન્ટની વિસ્તૃત માહિતી સંસ્થાના મંત્રી હિમાંશુભાઇ સોમપુરાએ આપી હતી. મહેમાનોએ ખેલાડીઓને ખેલદિલથી રમવા શુભેચ્છા પાઠવી હતી. અન્ડર-18મા પ્રથમ ક્રમાંકે વલસાડ દ્વિતીય ક્રમાંકે અમદાવાદ તથા તૃતીય ક્રમાંક સાબરકાંઠાની ટીમે મેળવ્યો હતો. જ્યારે 18 વર્ષથી ઉપરની ટીમમાં પ્રથમ ક્રમાંક વલસાડ દ્વિતીય ક્રમાંકે અમદાવાદ અને તૃતીય ક્રમાંકે બનાસકાંઠાની ટીમ વિજેતા બની હતી. પ્રથમ ક્રમાંક ટીમને ગોલ્ડ, દ્વિતીય ક્રમાંકને સિલ્વર અને તૃતીયને બ્રોન્ઝ મેડલ તથા સર્ટીફિકેટ ઉપસ્થિત મહેમાન ડો. મુકેશભાઇ ચંદે (ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ, ડો. હેમાલીબેન ચંદે, માધાપર પી.આઈ. પ્રવીણભાઇ રાઠોડ, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ કમિટીના મંત્રી દિનેશભાઇ પંડયા, માધાપર કચ્છમિત્ર પ્રતિનિધિ મહેશભાઇ સોનીના હસ્તે મેડલ તથા સર્ટિફિકેટ અપાયા હતા. તમામ વિજેતા ખેલાડીઓને  સરકાર દ્વારા રોકડ પુરસ્કારની રકમ એમના ખાતામાં જમા કરાશે. જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિબેન રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, એન..બી.માંથી પ્રકાશભાઇ ગાંધી, અભયભાઇ શાહ તથા લાયન્સ પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર ભરતભાઇ મહેતાના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લી મુકાઇ હતી. મહેમાનોનું શાબ્દિક અભિવાદન સંસ્થાના ખજાનચી ઝીણાભાઇ ડબાસિયાએ કર્યું હતું. હિમાંશુભાઇએ માહિતી પૂરી પાડી હતી. પ્રવીણભાઇ ખોખાણી તથા જીસીએવીસીના સેક્રેટરી વિરલભાઇ તથા વાઇસ પ્રેસિડેન્ટ સુજીતભાઇ ચુડાસમા, દેવજીભાઇ દબાસિયા તથા વિદ્યાવિહાર કો-ઓર્ડિનેટર રશ્મિકાંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યોતિબેને સંસ્થાની કામગીરીને  બિરદાવી હતી. પારૂલબેન કારાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું તેમજ અધ્યક્ષસ્થાનેથી ભરતભાઇએ તમામ દૃષ્ટિ ક્ષતિ ખેલાડીઓને  પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા ખેલાડીઓને  ઉપસ્થિત મહેમાન રણછોડભાઇ (સુરજ મિનરલ્સ), નારણભાઇ વેલાણી આર.એસ.એસ. પ્રાંત સેવા પ્રમુખ, અમિતાબેન ભટ્ટી તથા હેમલબેન આહીર (રિલેશનશીપ મેનેજર-આઇસીઆઇસીઆઇ બેન્ક માધાપર બ્રાન્ચ)ના હસ્તે મેડલ તથા સર્ટીફિકેટ?અપાયા હતા. સંચાલન કો-ઓર્ડિનેટર રીમાબેન ભાટિયાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang