• રવિવાર, 23 જૂન, 2024

ટુંડામાં અજાણ્યા યુવાનની લાશ મળી : ગંભીર બીમારી કે અસહ્ય ગરમીના લીધે મોત

ભુજ, તા. 15 : બે દિવસ પહેલાં મુંદરામાં ભારે ગરમી વચ્ચે આધેડે જીવ ગુમાવ્યાના બનાવના બીજા દિવસે મુંદરા તાલુકાના ટુંડામા પણ અસહ્ય ગરમી કે ગંભીર બીમારીના લીધે મૃત અવસ્થામાં અંદાજે 40 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી છે. અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે, વેપારી એવા સાલેમામદ હુસેન કુંભાર (રહે. ટુંડા) નોંધાવેલી વિગતો મુજબ તા. 14/6ના બપોરે બે વાગ્યાની આસપાસ ટુંડા ગામના ગેટની બાજુમાં પાણીની ટાંકી પાસે અંદાજે ચાલીસેક વર્ષનો અજાણ્યો પુરુષ મૃત અવસ્થામાં મળ્યો હતો. તે કોઈ ગંભીર બીમારી કે અસહ્ય ગરમીના લીધે મૃત્યુ પામ્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતકની ઓળખ જાણવા છાનબીની આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang