• રવિવાર, 23 જૂન, 2024

ઉત્તરાખંડ : બસ નદીમાં ખાબકી ; 14 મોત

રુદ્રપ્રયાગ, તા. 15 : ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ બેકાબૂ બનીને 250 મીટર ઊંડી ખાઈમાં  (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. ખતરનાક અકસ્માતમાં શ્રદ્ધાળુનાં મોત થયાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિની બસમાં સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે દુ: વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારોને બે-બે લાખનું એલાન કર્યું હતું. બસના ડ્રાઈવરને નીંદરનું જોકું આવી જવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કરુણ દુર્ઘટના પર દુ: વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જિલ્લા અધિકારીને તપાસનો આદેશ આપી દેવાયો છે. ધામીએ હૃષીકેશ સ્થિત એઈમ્સમાં જાતે જઈને ઘાયલોની તબિયતની પૂછા કરી હતી. ઘટના સ્થળ નજીક રેલવે પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે. ત્રણ મજૂર યાત્રીને બચાવવા નદીમાં કુદયા હતા, જેમાંથી બે પાછા આવ્યા હતા, પરંતુ એકનું મોત થઈ ગયું હતું. પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પોલીસને મદદ કરી રહ્યા છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. પોલીસવડા ડો. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગમાં રંટોલી પાસે હાઇવે પરથી એક મિની બસ નદીમાં ખાબકી છે. સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યાં અકસ્માત થયો ત્યાં રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે ત્રણ મજૂર નદીમાં કૂદી પડ્યા હતા. તેમાંથી બે પાછા આવ્યા, જ્યારે એકનું મોત થયું હતું. મિની બસ જ્યાં ખાબકી છે જગ્યા 250 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang