• રવિવાર, 23 જૂન, 2024

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર માટે જી7 પ્રતિબદ્ધ

અપુલિયા / બારી (ઈટાલી) તા. 15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅ જેમાં હાજરી આપી હતી જી-7 શિખર પરિષદમાં ઔદ્યોગિક પ્રભુત્વ  ધરાવતા સાત દેશના જૂથે ભારત - મધ્ય પૂર્વ - યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈસી)ને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. યજમાન ઈટાલીના પ્રમુખ જોર્જિયા મેલોનીએ સત્તાવાર રીતે જી-7 શિખર પરિષદની સમાપ્તિની જાહેરાત કરી હતી. મોદી દ્વારા સંબોધિત જી-7 સત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જા - આફ્રિકા અને મેડિટેરેનિયન વિષય પર નિવેદનમાં જણાવાયું કે, અમે અલ્જેરિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ભારત, જોર્ડન, કેન્યા, મોરિટાનિયા, ટયુનિશિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમિરાતને સહિયારી જવાબદારીમાં નેતાઓની ભાગીદારીને આવકારીએ છીએ. શુક્રવારે સાંજે બાર્ગો એગ્નાઝિયાના વૈભવી રિસોર્ટમાં પરંપરાગત `ફેમિલી ફોટો' બાદ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જ્યાં જી-7 કાયદાના અનુસાર `મુકત અને ખુલ્લા ઈન્ડો પેસિફિક' માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનાં આમંત્રણને માન આપી સમિટમાં હાજરી આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે, અમે વધુ મજબૂત જી-7 પીજીઆઈઆઈ (પાટર્નરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ) પહેલ, ચાવીરૂપ પ્રોજેક્ટસ અને ગુણવત્તાયુક્ત માળખા અને રોકાણ માટે પરિવર્તનકારી આર્થિક કોરિડોર વિકસાવવા માટે પહેલને પ્રોત્સાહન આપશું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang