• રવિવાર, 23 જૂન, 2024

વડાલામાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવા જૂથ ગ્રા.પં.ની નોટિસ

વડાલા, (તા. મુંદરા), તા. 15 : વડાલા ગામે પંચાયત સીમની જમીનમાં માટી નાખી ગેરકાયદેસર દબાણ કરાયું હોવાના મામલે વડાલા ગ્રામ પંચાયત દ્વારા ખાનગી કંપનીને નોટિસ આપવામાં આવી હતી. પંચાયતના સરપંચે અક્ષર એગ્રો પ્રેસાસિંગ પ્રા.લિ.ને પત્રથી આપેલી સૂચના મુજબ, વડાલા સીમના સર્વે નંબર 783 પંચાયત હસ્તકની ગૌચર જમીન હોવા છતાં ચરિયાણ જમીન ઉપર માટી અને મલબો નાખીને ગેરકાયદે દબાણ થાય છે. ઉપરાંત વડાલાથી મોખા જતા રાજમાર્ગ પર પણ વીજળીના થાંભલા તેમજ રસ્તા વચ્ચે પાકું બાંધકામ કરીને રાજમાર્ગ બંધ કરાયો છે. કંપની દબાણ દૂર નહીં કરે, તો પંચાયત દ્વારા 1993ની કલમો તળે જાણ કર્યા વગર કાર્યવાહી કરશે. આવી રજૂઆત મુંદરા તાલુકા વિકાસ અધિકારી, મુંદરા મામલતદારને પણ કરાઇ છે.  દરમ્યાન, વડાલા જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગાવિંદ કાનાભાઈ ગઢવીએ પણ ધારાશાસ્ત્રીના માધ્યમથી કલેક્ટરને પાઠવેલા પત્રમાં કંપનીએ વધુ એક હજાર ચોરસમીટર ગૌચર જમીનની રસ્તાના હેતુ માટેની માગણી સામે વાંધાઅરજી આપી છે અને છતાં જો માંગ નહીં મંજૂર કરવામાં આવે, તો હિત ધરાવનારા ગ્રામજનો દ્વારા જાહેર પ્રતિનિધિ સ્વરૂપે દાવો કરવાની ફરજ પડશે, તેવી ચીમકી અપાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang