• મંગળવાર, 23 જુલાઈ, 2024

વસીમ અકરમે કરી પાકિસ્તાની ટીમની ટીકા

ઈસ્લામાબાદ, તા. 15 : પાકિસ્તાની ટીમ ટી20 વિશ્વકપ લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પોતાની ટીમની ટીકા કરી છે. શુક્રવારે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ જતાં યજમાન અમેરિકાને સુપર-8ની ટિકિટ મળી છે. તેમજ પાકિસ્તાની ટીમ બહાર થઈ છે. ટી-20 વિશ્વકપના ઈતિહાસમાં ત્રીજી વખત પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડથી બહાર થઈ છે. પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ વસીમ અકરમે સૌથી પહેલા અમેરિકાની ટીમને શુભેચ્છા પાઠવી હતી અને બાદમાં પોતાના દેશની ટીમની ઝાટકણી કાઢી હતી. અકરમે અમેરિકી ટીમને શુભેચ્છા પાઠવી હતી કારણ કે, અમેરિકા સુપર-8મા પહોંચવાની સાથે સાથે ટી20 વિશ્વકપ 2026 માટે પણ ક્વોલિફાય થઈ છે. આઇસીસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં વસીમ અકરમ કહી રહ્યો છે કે, અમેરિકા સુપર-8મા પહોંચવાનું હકદાર છે. તેણે રાઉન્ડ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાન માટે હવે પ્લાન એવો છે કે તે ઈકે 601થી પહેલા દુબઈ જાય અને પછી પાકિસ્તાન પહોંચે. બાદમાં જોવામાં આવશે કે આગળ શું થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang