• રવિવાર, 19 મે, 2024

રાષ્ટ્રહિતનાં અનેકવિધ કાર્યો કરવાની નેમ

ભુજ, તા. 5 : તાલુકાના હીરાલક્ષ્મી પાર્ક ભુજોડીના ઓડિટોરિયમ હોલમાં ભારત વિકાસ પરિષદની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. મુખ્ય મહેમાનપદે રાગિણીબેન વ્યાસ-સી.એસ.આર. હેડ આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તથા અતિથિવિશેષ તરીકે દિપેનભાઇ પંડયા-અધ્યક્ષ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ભારત વિકાસ પરિષદ, રવજીભાઇ ખેતાણી-વિભાગ કાર્યવાહ આર.એસ.એસ. હાજર રહ્યા હતા. સંસ્થા પરિચય મીરાંબા વસણે આપ્યો હતો. પ્રેયસ ધોળકિયાએ ગત વર્ષમાં થયેલ કામગીરીનો અહેવાલ આપ્યો હતો. દિપેન પંડયાએ પૂર્વ પ્રમુખ ઉપેન્દ્ર જોશી તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન આપીને નવી કારોબારીની ઘોષણા કરી હતી. નવાવર્ષ માટે દીપકભાઇ બોખાણીને પ્રમુખ, દીપકભાઇ મોગાને ઉપપ્રમુખ, પ્રેયસભાઇ?ધોળકિયાને મંત્રી, હિતેશભાઇ શાહને ખજાનચી તથા મધુબેન હર્ષને મહિલા સંયોજિકા, સહમંત્રી ભાવેશભાઇ?શાત્રી, જયેશભાઇ સોલંકીને પ્રચાર-પ્રસાર મંત્રી તથા અન્ય કારોબારીના સભ્યોની જાહેરાત કરાઇ હતી. શપથ ભરતભાઇ દરજી સહસંઘચાલક પશ્ચિમ કચ્છ વિભાગ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા.  નવનિયુક્ત પ્રમુખ દીપક બોખાણીએ આવનારા વર્ષમાં નવા રાષ્ટ્રહિતના કાર્યક્રમોની યાદી જણાવી હતી. સંગઠનની શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કામ કઇ?રીતે શક્ય બને તે અંગે રવજી ખેતાણીએ તો દિપેન પંડયાએ ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રહિત માટે કઇ?રીતે કામ કરે છે તેની માહિતી આપી હતી. નવીન વ્યાસ, સુધીર પાઠક, રમેશ?કારા હાજર રહ્યા હતા. સંચાલન સહમંત્રી ભાવેશ?શાત્રી તો આભારવિધિ દીપક મોગાએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang