• રવિવાર, 19 મે, 2024

મુધાનની સીમમાં બે પવનચક્કીમાંથી 70 હજારના વાયરની ચોરી

ભુજ, તા. 5 : લખપત તાલુકાના મુધાનની સીમમાં ખાનગી કંપનીની બે પવનચક્કીની કેબિનમાં નુકસાન કરી પાંચમા માળના ટાવર ઉપરથી 70 હજારના વાયરની ચોરી થવાની ફરિયાદ નોંધાવાઈ છે. દયાપર પોલીસ મથકે, ખાનગી સિક્યુરિટી સર્વિસના ઓફિસર કિરીટસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ લખપત તાલુકાના મુધાન સીમમાં જી.. કંપનીની સિક્યુરિટીનું કામ કરે છે. જેમાં બે પવનચક્કી ટાવરના પાંચમા માળના ટાવર ઉપર તા. 13/4થી 2/5 દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમ ચડી કેબિનના ટાવરોમાં તોડફોડ કરી તેમાંથી 950 મીટર કોપર વાયર તથા 50 મીટર અર્થિંગ વાયર જેની કિં. રૂા. 70,000ની ચોરી થઈ છે. દયાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang