• શનિવાર, 18 મે, 2024

કોટડા (ચકાર) : યુવા મહાજન મંડલ ક્રિકેટ સિઝન-9માં શિવાજી ઇલેવન વિજેતા

કોટડા (ચકાર), તા. 4 : યુવા મહાજન મંડલ ક્રિકેટ સિઝન-9માં  શિવાજી ઇલેવને વિજય મેળવ્યો હતો. ફાઇનલમાં ધ્રુહી ઇલેવન સામે કેપ્ટન વિજય પ્રજાપતિ અને સુમીત ગજ્જર (મેક્સી)ની બળૂકી બેટિંગથી એકતરફી મુકાબલો જીતી લીધો હતો. આયોજનમાં પ્રમુખ જયદીપ મિરાણી તથા સમિતિના ભરત મિત્રી, શૈલેશ વાળંદ, અંકિત ગોસ્વામી, શૈલેશ આહીર, અજય સુથારના હસ્તે ઇનામો અપાયાં હતાં. મેન ઓફ ધ સિરીઝ સુમીત ગજ્જર, બેસ્ટ બોલર જીવંતનાથ, બેસ્ટ બેટ્સમેન જયરાજસિંહ, બેસ્ટ ફિલ્ડર રાસુભા જાડેજા થયા હતા. હિતેશ સોની, વિપુલ આહીર, પંકજ સુથાર, ઉદય પ્રજાપતિ, સંજયસિંહ, દીપ ઠક્કર, સુરેન્દ્રસિંહ, ધરમ ચૌહાણ, રાજ સુથાર, સંદીપ આહીરે આયોજનને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. મહેશ સુથાર, નંદ ઠક્કર, પ્રયાગ જોશીએ સ્કોર અને કોમેન્ટરીમાં સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang