• રવિવાર, 19 મે, 2024

ભુજમાં બેન્કના ગનમેન વિરુદ્ધ નિયમ ભંગનો ગુનો દાખલ

ભુજ, તા. 5 : લોકસભા ચૂંટણી અન્વયે કલેક્ટરની મંજૂરી વિના પરવાનાવાળી 12 બોરની બંદૂક રાખનાર બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન વિરુદ્ધ અગ્નિશત્ર નિયમ ભંગની કાર્યવાહી કરાઈ છે. એસ..જી.ના .એસ.આઈ. જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઈ ગઢવીને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી કે, બેન્ક ઓફ બરોડા-ભુજ ખાતે ગનમેન તરીકે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હુશેન સુલેમાન પલેજા પાસે પરવાનાવાળી બંદૂક છે પરતું તેની પાસે અગ્નિશત્ર જિલ્લામાં રાખવા સંબંધે નિયત સમયમર્યાદામાં કલેક્ટર પાસેથી લેવાની થતી મંજૂરી નથી. બાતમીના આધારે હુસેન પલેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટના નિયમ ભંગ બદલનો ગુનો -ડિવિઝન પોલીસ મથકે નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang