• શનિવાર, 18 મે, 2024

ચર્ચાસ્પદ હનીટ્રેપ મામલામાં મહિલા આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન અપાયા

ભુજ, તા. 4 : કચ્છ અને મુંબઇનાં રાજકીય-સામાજિક માથાઓને સાંકળતા આદિપુરના ખાનગી ફાઇનાનર્સને સંલગ્ન હનીટ્રેપના ચકચારી કેસમાં મહિલા આરોપી આશા મુલજી ઘોરીને રાજ્યની વડી અદાલત દ્વારા કોર્ટની મુદત સિવાય કચ્છમાં પ્રવેશવા સહિતની શરતો મુજબ નિયમિત જામીન અપાયા હતા. અંતિમ આરોપીને પણ જામીન મળી જતા એક સમયે બહુ ગાજેલા કિસ્સાના તમામ તહોમતદાર હવે જામીનમુક્ત થયા છે. કેસમાં ધરપકડ બાદ છેલ્લાં દોઢેક વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલી આશા ઘોરી માટે રાજયની વડી અદાલત સમક્ષ જામીન અરજી મૂકાઇ હતી. ન્યાયાધીશ સમીર દવે સમક્ષ સુનાવણીના અંતે મહિલા આરોપીને જામીન અપાયા હતા. ન્યાયાધીશે મહિલા આરોપી, કેસમાં સજાની જોગવાઇ, જ્યુડિશિયલ કસ્ટડીનો કાળ વગેરે પાસા કેન્દ્રમાં રાખી જામીન આપતો હુકમ કર્યો હતો. મહિલા આરોપી વતી સુનાવણીમાં હાઇકોર્ટ સમક્ષ વરિષ્ઠ ધારાશાત્રી આશિષભાઇ ડગલી સાથે ચિરાગ ઉપાઘ્યાય રહયા હતા. - વિદ્યુત બિલ દાવામાં હુકમ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત બિલ અને વિલંબીત ચાર્જ માટે રૂા. 52296ની રકમનો દાવો ભુજ તાલુકાના ખાવડા વિસ્તારના ઢંઢી ગામના હારુન સાધક સમા સામે કરાયો હતો. ભુજના બીજા અધિક સિવિલ જજ સમક્ષ દાવાની સુનાવણી બાદ ન્યાયાધીશે રૂા. 52296ના સ્થાને રૂા. 103.02 પૈસા દાવો દાખલ થવાની તારીખથી ટકાનાં સાદા વ્યાજે વસૂલવા માટે આદેશ કર્યો હતો. કેસમાં પ્રતિવાદી હારૂન સમાના વકીલ તરીકે અબ્દુલ મલિક . પઢિયાર અને અબ્દુલ મજીદ . પઢિયાર રહયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang