• શુક્રવાર, 17 મે, 2024

મતદાનના આંકડામાં વિલંબ ; પંચ સામે વિપક્ષના સવાલ

લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કાનાં મતદાનના આંકડામાં વિલંબના મામલે ચૂંટણીપંચની સામે વિરોધ પક્ષોએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. સામાન્ય રીતે મતદાનના 24 કલાકની અંદર આખરી આંકડા જાહેર કરાતા હતા. વખતે પ્રથમ તબક્કાના 11 દિવસ અને બીજા તબક્કાના ચાર દિવસ બાદ મતદાનના આંકડા જાહેર થયા છે. આરંભમાં મતદાન બાદ જે આંકડા સામે આવ્યા હતા તે ઓછાં મતદાનનું ચિત્ર રજૂ કરતાં હતાં. આનાથી ચૂંટણીપંચ દ્વારા મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમોની સામે સવાલ ઊભા થવા લાગ્યા હતા.  હવે વિલંબ બાદ પંચે બન્ને તબક્કાનાં મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા છે, જે અગાઉના પ્રાથમિક આંકડા કરતાં પાંચથી ટકા વધુ છે.  બન્ને તબક્કામં 66 ટકાથી વધુ મતદાન થયું હોવાનું ચૂંટણીપંચે જાહેર કર્યું છે જે સંતોષકારક ગણી શકાય તેમ છે. મતદાનના આંકડા જાહેર કરવામાં થયેલા વિલંબની સામે સવાલ કરતાં વિરોધ પક્ષોએ આંકડામાં મતદાન કરનારા કુલ મતદારોની સંખ્યા બતાવાઇ હોવા અંગે ચૂંટણીપંચનો જવાબ માગ્યો છે. મતદાનની પ્રક્રિયાની પારદર્શકતા અને પરિણામો અંગે સતત સવાલ ઊભા કરતાં વિપક્ષોએ ચૂંટણીપંચના વિલંબ અને વિસંગતતાને નવો મુદ્દો મળી ગયો છે. આમે પણ હજી હમણા ઇવીએમ મશીનોની વિશ્વસનીયતાને સર્વોચ્ચ અદાલતે મહોર મારી છે, ત્યાં ચૂંટણીપંચના નવા વિવાદથી મુદ્દો ફરી ગરમાય એવી પૂરી શક્યતા ઊભી થઇ છે. ઉલ્લેખનીય છે કે, ઇવીએમ દ્વારા મતદાન કરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મતદાનનું ચિત્ર ઝડપથી મેળવવાનો તથા મતગણતરી સમયસર અને સહેલાઇથી કરાવવાનો રહ્યો છે. ઇવીએમ મશીનના મુખ્ય યુનિટમાં દરેક મતદાન કેન્દ્રમાં પડેલા મતોની સંખ્યા નોંધાતી હોય છે. રીતે દર કલાકના આંકડા જાહેર કરાતા હોય છે. જો કે, મતદાન કેટલું થયું તેનું આખરી આંકડાકીય ચિત્ર તો મતદાન અધિકારીઓના ચોપડે નોંધાયેલી સંખ્યાના સરવાળા મેળવ્યા બાદ નક્કી થતું હોય છે. વ્યવસ્થાને ધ્યાનમાં લેતાં મતદાનના આંકડામાં થોડો ફેરફાર આવી શકે છે, પણ દરેક વખતે મતદાન અધિકારીઓના રજીજિસ્ટરમાં નોંધાયેલા મતદાનના સરવાળામાં કાંઇ આટલો સમય લાગ્યો નથી. ભૂતકાળમાં મતદાનના બીજા દિવસે અંતિમ ટકાવારી અને આંકડા જાહેર થઇ જતા રહ્યા છે. સવાલ છે કે, વખતે એવી તે શું મુશ્કેલી આવી કે જાહેરાતમાં 11 દિવસનો સમય લાગી ગયો. વળી મતદારોની કુલ સંખ્યા જાહેર કરવામાં પંચને કંઇ તકલીફ છે પણ સ્પષ્ટ થયું નથી. પંચ પાસે મતદાર યાદીમાં તેની નોંધ હોય છે અને તેના આધારે વેબસાઇટ પર કુલ મતદારોના આંકડા જાહેર કરવાના હોય છે. ખરેખરતો ચૂંટણીપંચની ફરજ બને છે કે, નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજવાની સાથોસાથ તેમાં પારદર્શકતા જાળવવી રાખે. વળી લોકશાહીની પ્રક્રિયામાં કોઇ પણ જાતની શંકા કે સવાલ ઊભા થયા તો રાજકીય પક્ષો અને લોકો પાસે તેનું નિરાકરણ કરવાની પણ જવાબદારી પંચની બની રહે છે. વખતે મતદાનના આંકડા જાહેર થવામાં વિલંબ અને તેમાં નજરે ચડે એવા ફર્કને લીધે નજીકના ભવિષ્યમાં રાજકીય પક્ષો અને અમુક સંસ્થાઓ ફરીવાર અદાલતના દ્વાર ખખડાવે એવી આશંકા અત્યારથી ઊભી થઇ છે. આવા સંજોગોમાં પોતાના બચાવ માટે પંચે મતદાનના બાકીના તબક્કામાં આવી સ્થિતિ ફરી ઉદ્ભવે નહીં તેનો ખ્યાલ રાખવો અનિવાર્ય બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang