• રવિવાર, 19 મે, 2024

કચ્છમાં અનેક સ્થળે મતદાન જાગૃતિના શપથ લેવાયા

ભુજ, તા. 5 : લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં દરેક  મતદાર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. મોટા અંગિયામાં આકર્ષક રંગોળી અને કેન્ડલમાર્ચ જેવા કાર્યક્રમો યોજાયા હતા.  ગામની બાલિકાઓ દ્વારા મહિલાઓ અને વડીલોને મતદાન કરવા સમજ આપવામાં આવી હતી.  મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સરપંચ ઈકબાલ ઘાંચી અને ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા. બાલિકા પંચાયતના સરપંચ મુક્તા નાથબાવા સહિતે સંચાલન સંભાળ્યું હતું.  મતદાનના દિવસે વિરાણી ગામમાં સ્વૈચ્છિક કામકાજ બંધ રાખી વેપારીઓ મતદાન માટે લોકોને પ્રેરે તેવી સંગઠન દ્વારા અપીલ કરાઈ હતી. ભુજ ચિલ્ડ્રન હોમના બાળકોએ પણ એક મતનું મહત્ત્વ સમજાવતું સિમ્બોલ તૈયાર કર્યું છે. સંસ્કૃત પાઠશાળા ખાતે હાટકેશ અંબિકા મહિલા મંડળ અને ગીતાજી કેન્દ્રના વિભાકર અંતાણી, જયશ્રીબેન હાથી, ગોદાવરીબેન ઠક્કર સહિતે મતદાન જાગૃતિના શપથ લીધા હતા. રીતે સિમંધર સિટીના  સમતા મહિલા મંડળ તેમજ સંસ્કાર સ્કૂલ-મુંદરા પરિવારના ડાયરેક્ટર દિલીપ ગોરના નેતૃત્વમાં મતદાન જાગૃતિના શપથ લેવાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang