• રવિવાર, 19 મે, 2024

કોલકાતાની લખનઉ સામે મોટી જીત

લખનઉ, તા. 5 : પ્લેઓફના સમીકરણો માટે મહત્ત્વની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સટીક બોલિંગના બળે લખનઉ સુપર જાયન્ટસને 98 રનથી હાર આપી હતી. જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલે ટોચના ક્રમે પહોંચી છે. ટીમના 16 અંક થયા છે અને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા ટીમ માત્ર એક જીત દૂર છે. લખનઉએ ગૃહ મેદાનમાં આજે ટોસ જીતી બોલિંગ લીધી હતી. કોલકાતાએ 20 ઓવરમાં વિકેટ ગુમાવીને 236નો મહાકાય જુમલો બનાવ્યો હતો. ટીમે સિઝનમાં છઠ્ઠી વખત 200થી ઉપરનો જુમલો ખડકયો હતો. જવાબમાં લખનઉ 16.1 ઓવરમાં 137 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનઉની ટીમ કોલકાતાની બોલિંગ સામે લય મેળવી શકી હતી. એકમાત્ર માર્કસ સ્ટોઈનીસે 21 દડામાં 36 રન બનાવી બોલરોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો. કપ્તાન કે. એલ. રાહુલ (રપ) જામી શકયો હતો. અર્શીન કુલકર્ણી (9), દીપક હુડા (), નીકોલસ પુરન (10), આયુષ બદોની (1), એશ્ટન ટર્નર (16) સહિતના બેટધરો સસ્તામાં આઉટ થતાં ટીમ 16.1 ઓવરમાં 137ના જુમલે ઓલઆઉટ થઈ હતી. કોલકાતાના બોલરો પ્રભાવક રહ્યા હતા. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ, આંદ્રે રસેલને બે, જ્યારે સ્ટાર્ક અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી. અગાઉ હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમ પર લખનઉ સુપર જાયન્ટસને ટોસ જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સને દાવ આપવાનો નિર્ણય મોંઘો પડયો હતો. પિંચ હિટર ઓપનર સુનીલ નારાયણની સાત છગ્ગાથી 81 રનની આતશી ઇનિંગ્સની મદદથી કેકેઆરે 20 ઓવરમાં વિકેટે 23 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. કેકેઆરે પાવર પ્લેની ઓવરમાં એક વિકેટે 70 રન કરી શરૂઆતથી પાવર હિટિંગ કર્યું હતું, જ્યારે આખરી પાંચ ઓવરમાં 64 રનનો ઉમેરો કર્યો હતો અને દરમ્યાન ત્રણ વિકેટ ગુમાવી હતી. પૂંછડિયા બેટધરમાંથી કાયાકલ્પ કરીને મોટા ફટકાબાજ બનનારા સુનીલ નારાયણે  માત્ર 39 દડામાં ચોગ્ગા અને સાત છગ્ગાથી 81 રનની વધુ એક વિસ્ફોટક બેટિંગ કરી હતી. નારાયણ અને ફિલ સોલ્ટ વચ્ચે પહેલી વિકેટમાં ફકત 26 દડામાં 61 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સોલ્ટ 14 દડામાં પાંચ ચોગ્ગા, એક છગ્ગાથી 32 રને આઉટ થયો હતો. પછી લખનઉના બોલરોને હંફાવીને રઘુવંશીએ નારાયણના સાથમાં બીજી વિકેટમાં 46 દડામાં 79 રનની આક્રમક ભાગીદારી કરી હતી. રઘુવંશી 26 દડામાં 32 રને આઉટ થયો હતો. રસેલ 12, રિંકુ સિંહ 16, કપ્તાન શ્રેયસ અય્યર 23 રન કરી આઉટ થયા હતા. શ્રેયસનો વિકેટ પાછળ કેએલ રાહુલે ડાઇવ મારીને અદ્ભુત કેચ કર્યો હતો.  અંતમાં રમનદીપ સિંઘે ફકત દડામાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાથી ધૂંઆધાર 2 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. લખનઉ તરફથી નવીન ઉલ હકને ત્રણ વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang