• શનિવાર, 18 મે, 2024

જૈન જાગૃતિ સેન્ટર માધાપર દ્વારા બોક્સ ક્રિકેટ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા

ભુજ, તા. 4 : જૈન જાગૃતિ સેન્ટર, માધાપર દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. 70 સભ્યોએ ભાગ લીધો હતો. બાળકો અને મહિલા સભ્યો અને પુરુષ સભ્યો માટે અલગ અલગ રાઉન્ડનું આયોજન કરાયું હતું. માધાપર જૈન સંઘના પ્રમુખ વસંત મહેતા, જખુભાઈ મહેતા, ભૂપેન્દ્ર શાહ, સુરેશ શાહ વગેરે આગેવાનો તેમજ જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ પ્રકાશ શાહ અને મંત્રી કેતનભાઈ શાહે ટોસ ઉછાળીને શરૂઆત કરાવી હતી. પ્રોજેક્ટ ચેરમને તરીકે રોહિત મહેતા અને હર્ષ મહેતાએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ શીતલ શાહ અને ભાવિક મહેતાએ વિશેષ સહયોગ આપ્યો હતો. શ્રીજી પબ્લિક સ્કૂલના સંકુલમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મેળાવડાનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધારે સભ્યો જોડાયા હતા. તેમાં ઇન્ડોર ગેમ્સનું  આયોજન થયું હતું. સંપૂર્ણ સંચાલન અને એન્કરિંગ શીમોની શાહ, પ્રિયા મહેતા અને નિશિતા શાહે સંભાળ્યું હતું. મુકેશ શાહ, ભૂપેન્દ્ર બાબરિયા વગેરે  હાજર રહ્યા હતા. કેતન શાહે  આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. સહમંત્રી રોહિત મહેતા અને ઉપપ્રમુખ વિમલ મહેતાએ વિચારો રજૂ કર્યા હતા. સંપૂર્ણ વ્યવસ્થા સહખજાનચી જિજ્ઞેશ લોદરિયાએ સંભાળી હતી. શીતલ શાહ અને દર્શક સંઘવીએ જવાબદારી સંભાળી હતી. મહેશ શાહ, સમીર મહેતા, કૈલાશ મહેતા અને અન્ય કારોબારી સભ્યોને સહયોગ મળ્યો હતો. એથી પહેલાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિવસે સમસ્ત જૈન સમાજના પ્રમુખ હિતેશ ખંડોરની પ્રેરણાથી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા પક્ષીઓ માટેના પાણીના કૂંડા અને ચકલીઘરનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. કૂંડા વિતરણના દાતા તરીકે પ્રકાશભાઈ શાહ હતા. આ પ્રસંગે સમસ્ત જૈન સમાજના મહામંત્રી સંજય મહેતા તેમજ આગેવાનો રોહિત શાહ, વીનેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang