• રવિવાર, 19 મે, 2024

અબડાસા ધારાસભ્યનો જન્મદિવસ સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યોથી ઊજવાયો

નખત્રાણા, તા. 5 : ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો 60મો જન્મદિન સેવાકાર્યો સાથે ઊજવાયો. માતૃસ્પર્શ હોસ્પિટલમાં રકતદાન કેમ્પમાં 61 વ્યક્તિ દ્વારા કરાયેલા રકતદાનમાં 21,350 સીસી  રકતદાન થયું હતું. પ્રિયલબેન પટેલ તથા દર્શન રાવલે સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટી વસંતભાઇ કોડરાણીએ શુભેચ્છા આપી હતી અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ દ્વારા દરિયાલાલ મંદિરે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 65 દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાઇ હતી. 20 મોતિયાનાં ઓપરેશનવાળા દર્દીઓને ભુજ હોસ્પિટલમાં લઇ જવાશે. ડો. ઉજ્જવલ બહુગુણા  વિ. સેવા આપી હતી.  કે.સી.આર.સી.ના અરવિંદસિંહ ગોહિલ, નીતિન ઠક્કર, વિશનજી પલણ, જગદીશ પલણે સંસ્થા વતી શ્રી જાડેજાનું સન્માન કર્યું હતું. સાંઈ જલારામ મંદિરે હરેશ મારાજે ધારાસભ્યના હસ્તે પૂજનવિધિ કરાવી આશીર્વચન આપ્યા હતા. અભિવાદન કાર્યક્રમમાં સંસ્થા સમિતિના સદસ્યો રમેશ રાજદે, રામજી રૈયાણી, ડાયાભાઇ પરબતાણી, પ્રકાશ ભાનુશાલી, રિતેશ આઇયા, મિલેસ પલણ, લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ, છગનલાલ આઇયા, સથવારા સમાજના ગોવિંદ સથવારા તથા આગેવાનોએ શ્રી જાડેજાનું અભિવાદન કર્યું હતું. ગાયોને ચારાનું નીરણ કરાયું હતું. ગૌગ્રાસના દાતા પ્રદીપભાઇ સચદે (રસલિયા) રહ્યા હતા, જ્યારે રોહાના જીવન સંધ્યા આશ્રમમાં વડીલ વંદના - ભોજન પ્રસાદ યોજાયા હતા. કાર્યક્રમોમાં વાલજી ટાપરિયા, ભાજપા મંત્રી બલવંતસિંહ, ભાજપાના પ્રમુખ આગેવાનો દિલીપભાઇ નરસિંગાણી, કરશનજી જાડેજા, લાલજીભાઇ રામાણી, નયનાબેન પટેલ, દક્ષાબેન બારૂ, ચંદનસિંહ રાઠોડ, નૈતિક પાંચાણી, ભારતીબેન પટેલ, મંગળાબેન વાઘેલા, યુવા ભાજપાના ભાવિન પલણ, વીરેન્દ્રસિંહ જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડે કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang