• શનિવાર, 18 મે, 2024

કર્ણાટક કાંડ : 700 મહિલાએ પત્ર લખી મહિલા આયોગને ઢંઢોળ્યું

બેંગ્લુરુ, તા.4 : કર્ણાટકના ચકચારી રેવન્ના કાંડ મામલે મહિલા અધિકાર સંગઠનોની 700 જેટલી મહિલાએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પ્રજવલ રેવન્ના અને એચડી રેવન્ના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી મહિલા આયોગને ઢંઢોળ્યું છે. પત્ર લખનાર મહિલાઓએ કથિત સેક્સકાંડ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગની નબળી પ્રતિક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. મહિલા અધિકારો માટે લડતાં વિવિધ સંગઠનોએ પત્ર દ્વારા આયોગના ચેરમેનને ટાંકી પત્રમાં વ્યથા ઠાલવી પગલાં લેવા માગ કરી છે. બીજીતરફ આ મામલે તપાસ માટે ઘડવામાં આવેલી એસઆઇટી જેડીએસનેતા પ્રજવલ રેવન્નાના કથિત અશ્લીલ વીડિયોની તપાસ કરવા તેના પિતા એચ ડી રેવન્નાનાં નિવાસસ્થાને પહોંચી હતી. એસઆઈટીએ લુકઆઉટ નોટિસ જારી કરી સીબીઆઈ દ્વારા પ્રજવલ વિરુદ્ધ ઈન્ટરપોલની મદદ માગી બ્લૂ કોર્નર નોટિસની તજવીજ હાથ ધરાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang