• રવિવાર, 19 મે, 2024

વાગડ પંથકમાં સરકારી કર્મી પર હુમલો કરનાર પાસામાં ધકેલાયો

ગાંધીધામ, તા. 5 : પૂર્વ કચ્છમાં પોલીસે અમુક બુટલેગરોને પાસા તળે અટકાયત કરી જુદી જુદી જેલમાં ધકેલી દીધા છે, ત્યારે  વાગડ પંથકમાં ખનિજના ગેરકાયદે ઉત્ખનન પ્રકરણમાં આવી ગયેલા શખ્સની પણ પાસા તળે?ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને જિલ્લામાં શરીર સંબંધી ગુના આચરતાં તત્ત્વો પર રોક લગાવવા અને અટકાયતી પગલાં લેવાં અધિકારીઓએ સૂચના આપી હતી જે અંતર્ગત પૂર્વ કચ્છમાં અમુક લિસ્ટેડ બુટલેગરોની પાસા તળે અટકાયત કરવામાં આવી હતી, તો અમુક માથાભારે શખ્સોને ચાર અથવા પાંચ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.  રાપર તાલુકાના  જાટાવાડામાં રહેનાર અરવિંદ ભવન ઉર્ફે ભવાન ચૌહાણ નામના શખ્સ વિરુદ્ધ બાલાસર પોલીસ મથકે ગેરકાયદે ખનિજ ઉત્ખનન, સરકારી કર્મચારી ઉપર હુમલો સહિત મારામારીના ગુના નોંધાયેલા છે, જે અન્વયે શખ્સના પાસાનાં કાગળિયા તૈયાર કરી જિલ્લા સમાહર્તાને દરખાસ્ત કરવામાં આવી હતી, ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં પોલીસે શખ્સને પકડી પાડી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang