ભુજ, તા 27 : ગચ્છાધિપતિ શ્રીમદવિજય કલ્પતરાસૂરિશ્વરજીના
આશીર્વાદથી સ્વ ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના
ઉપક્રમે દર રવિવારે સેવા પ્રકલ્પના 666 મણકા સંપન્ન થયા છે જેમાં 2.25 લાખ જરૂરતમંદોને રૂ. 45 લાખના ખર્ચે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું. કલ્પતરુ સૂરિશ્વરજીની પ્રેરણાથી શ્રમજીવી
પરિવારોને રાહત મળે તે હેતુથી પ્રકલ્પના મંડાણ 2013ના શુભારંભથી કરાઈ હતી. સંસ્થાની સેવા પ્રવૃતિથી પ્રભાવીત કચ્છ
વાગડ મુંબઈ વિદેશથી દાતાઓનો સહયોગ મળયો હતો. 666 મણકાના દિવસે શ્રીમદવિજય આત્મદર્શન સૂશ્વિરજીની ઉપસ્થિત રહ્યા
હતા. સંસ્થાના પ્રમુખ વી.જી મહેતાના નેતૃત્વમા
પ્રદિપ દોશી, શાંતિલાલ મોતા,
ભાવનાબેન, કે.બી. પરમાર, ઓજશ શેઠ, ડો. રૂપાલીબેન,રસીલાબેન,
મીનાક્ષીબેન, અરવિંદ મહેતા, હર્ષદભાઈ નિર્મલ, પૂર્વીબેન નિર્મલ, વિજય મહેતા, ચિંતન મહેતાએ જહેમત ઉઠાવી હતી.