દયાપર (તા. લખપત), તા. 27 : છેવાડાના
લખપત તાલુકામાં ઘાસ-પાણી મુદ્દે માલધારીઓની રજૂઆત અંતર્ગત આજે કોંગ્રેસ દ્વારા મામલતદાર
કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ રખાયો હતો જેના જિલ્લાના પદાધિકારીઓ હાજર રહી આવેદનપત્ર
આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલે તાલુકામાં ઘાસચારાની તંગી
છે, 70 હજાર કિ..ગ્રા.
ઘાસ વિતરણ પછી ઘાસનો જથ્થો નથી, લખપત
તા.માં માનવીથી પશુઓની સંખ્યા વધુ છે ત્યારે સરકાર વિવિધ કાર્યક્રમના તાયફા બંધ કરી
અછતની સ્થિતિ તરફ ધ્યાન આપે. જો તંત્ર ધ્યાન નહીં આપે તો પોતાના માલ-ઢોર સાથે માલધારીઓ
અહીં આવશે તેવી ચીમકી આપી હતી. ધારાસભ્ય મીડિયામાં નિવેદન આપે છે પણ એમની જ સરકાર છે
ત્યારે શિક્ષકોની ઘટ, રોજગારી બાબતે અન્યાય થઇ રહ્યો છે જેની
રજૂઆત કરે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પી. સી. ગઢવી, હુસેન રાયમાએ
પણ સ્થાનિક રોજગારી, ઘાસચારાનો જથ્થો નિયમિત મળે, પાંચ પશુઓ દીઠ અપાતા જથ્થામાં ફેરફાર થાય કારણ કે એક વ્યક્તિ પાસે વધુ પશુઓ
હોય તો તેને વધુ જથ્થો મળવો જોઇએ તેવું વક્તવ્યમાં જણાવ્યું હતું. તા.પં. પ્રમુખ અલીમામદ
જત, ઇબ્રાહીમ કુંભાર, રમેશભાઇ બળિયા,
સમરથદાન ગઢવી, ભુજથી આવેલા ઉપપ્રમુખ રામદેવસિંહ
જાડેજા, અશ્વિન રૂપારેલ, રાજેશભાઇ આહીર,
મામદ જુંગ જત સહિત અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા
હતા. કચ્છમિત્ર દ્વારા ઘાસચારા મુદ્દે તાજેતરમાં પ્રસિદ્ધ અહેવાલ અંગેની જાગૃતિ બિરદાવાઇ
હતી.