• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

નેપાળમાં 18 ગુજરાતી સંપર્કવિહોણા

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : નેપાળમાં ભારે વરસાદ વિના અચાનક નદીમાં આવેલા પૂરે બધાને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી 288 ભારતીયો લાપતા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ જળપ્રલયે બિલકુલ 2013માં આવેલા કેદારનાથ જળપ્રલયની યાદ અપાવી દીધી છે. 18 ગુમ/સંપર્ક વિહોણા વ્યક્તિઓમાંથી મોટાભાગના વિદેશી નાગરિકતા અથવા એનઆરઆઇ (મૂળ ભારતના) છે. જે પૈકી એક યાત્રી સુરક્ષિત હોવાનું કહેવાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્કવિહોણા બનેલા 18 ગુજરાતીઓમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2 તથા રાજકોટ અને વલસાડના 1-1 નાગરિકનો સમાવેશ થાય છે.

કયા નાગરિકો લાપતા છે ?

મૂળ રાજકોટના હાલમાં મુંબઇમાં રહેતા જય જિનેશ કોટેચાનો સમાવેશ થાય છે. તેમનો છેલ્લે ગઈકાલે `ફ્રેન્ડશિપ બ્રિજ/ભોટે કોશી રિવર, રસુવાગઢી-કેરુંગ બોર્ડર' પાસે થયો હતો. અમદાવાદના 3 વ્યક્તિઓમાં અશોકભાઈ ધીરજલાલ કાપડી (મેમનગર), દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ (રહેવાસી: નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સિટીઝન)), ભાવિનકુમાર રજનીકાંત રાવલ (રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન))નો સમાવેશ થાય છે. આણંદની બે વ્યક્તિઓમાં બિમલકુમાર પટેલ અને જયમિનાબેન પટેલ, વડોદરાના કિન્નરી પટેલ, મિહિર પટેલ, છેલ્લો સંપર્ક ગઈકાલે પરોઢે 04:51 વાગ્યે થયો હતો.), સુરતના પરેશભાઈ નટવરલાલ પટેલ, (હાલ અમેરિકા), જ્યોતિબેન પરેશભાઈ પટેલ (હાલ અમેરિકામાં) અને મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી (હાલ મુંબઈ), વલસાડના રોમા દિલીપભાઈ ઇંટવાલા, (સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે, રોમા ઈંટવાલા નેપાળમાં હાલ સુરક્ષિત છે.), ખેડા/નડિયાદના ઉમેશ ભોગીલાલ પટેલકેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ), આકાંક્ષાબેન ઉમેશ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ), ઈશાન પટેલ: અમેરિકન નાગરિક (રહેવાસી: નડિયાદ). (નડિયાદના તમામનો છેલ્લા 24 કલાકથી કોઈ સંપર્ક થયો નથી), ગાંધીનગરના અમિતા અમીન, તેજલ પટેલ, જિતેન્દ્ર પટેલ: તમામ યુએસ સિટીઝન (છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક) 

Panchang

dd