• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ગુરુકુળની નાની દીકરીઓએ સ્નેહથી રાખડી બાંધી

માનકૂવા (તા. ભુજ), તા. 27 : અહીંની સહજાનંદ ગુરુકુળની નાની ઉંમરની દીકરીઓ દ્વારા સમાજના જવાબદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રાખડી બાંધી ભાઇ-બહેનના પવિત્ર સંબંધની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દીકરીઓને સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણીઓને મળવા સાથે તેમના પાસેથી કંઇક શીખવાનો મોકો મળ્યો હતો. કે.જી. વિભાગની 40 દીકરીઓએ રક્ષાબંધન પર્વની અનોખી અને યાદગાર ઉજવણી કરી હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલને રાખ ડી બાંધી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કેશુભાઇએ બાળકીઓ સાથે આત્મીયતાપૂર્વક સમય વીતાવ્યો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાના નિવાસસ્થાને રાખડી બાંધી હતી. લાગણીસભર માહોલ સર્જાયો હતાહે. એસ.પી.એ સ્વાગત કરી પરિવાર સાથે બંગલામાં ભેટ આપી આનંદ વધાર્યો હતો. સાથે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી.

Panchang

dd