• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

22 હજાર કરોડનું કરજ, 6.5 કરોડમાં પતાવટ !

નવી દિલ્હી, તા. 27 : બેંકોનું અબજો રૂપિયાનું દેવું કરીને બેઠેલા અબજોપતિઓ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ જાણે `સુપર સેલ' કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. દેશના મીડિયા મોગલ તરીકે જાણીતા બિઝનેસમેન સુભાષ ચંદ્રાને રૂા. 22,006.57 કરોડના દેવા સામે માત્ર રૂા. 6.5 કરોડ ચૂકવવાની ગઈકઝએ મંજૂરી આપી દીધી છે. એટલે હવે બેંકો અને લેણદારોને પૂરેપૂરા 99.97 ટકાનો `હેર કટ' સહન કરવો પડશે. વિજય માલ્યાએ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા છે. જો સામાન્ય માણસ હોમ લોનનો એક હપ્તો ચૂકી જાય, તો બેંકના માણસો કાર કે ઘર જપ્ત કરવા પહોંચી જાય છે, ત્યાં રૂ. 22,000 કરોડથી વધુનું દેવું ધરાવતા અબજોપતિ માત્ર રૂા. 6.5 કરોડ આપીને મુક્ત થઈ ગયા. સુભાષ ચંદ્રા સામેની આ પર્સનલ ઇન્સોલ્વન્સી (અંગત નાદારી) પ્રોસાડિંગ્સ મુખ્યત્વે તેમણે આપેલી પર્સનલ ગેરંટીમાંથી ઊભી થઈ હતી. એસલ ગ્રૂપની વિવિધ કંપનીઓ દ્વારા લેવાયેલી કરોડો રૂપિયાની લોન ડિફોલ્ટ થતાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ (હવે સાધના/સન્માન કેપિટલ) અને અન્ય બેંકોએ સુભાષ ચંદ્રા સામે કાર્યવાહી કરી હતી. લેણદારો સામે રૂા. 22,006.57 કરોડના દાવા દાખલ થયા હતા.

Panchang

dd