• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

દહીંસરામાં નલ સે જલ હેઠળ પાણી લાઇનના કામમાં ગેરરીતિના આક્ષેપો

દહીંસરા (તા. ભુજ), તા. 27 : કરોડોનાં ખર્ચે નલ સે જલ હેઠળ પાણીની લાઇનોનું કામ આ ગામે થાય છે. કામ ટેન્ડર પ્રક્રિયા મુજબ થતું નથી. લોલંલોલ કામ થાય છે તેવા આક્ષેપ-ફરિયાદો ઊઠી છે. પાણીની લાઇનની ઊંડાઇ ખૂબ જ ઓછી છે. ભારે વજનથી તૂટી જશે. કરેલા કામમાં હમણાંથી જ પાઇપો સ્પષ્ટ નજરે દેખાય છે. લીંપાપોતી કરીને રેતીથી દાટીને ગેરરીતિ કરવામાં આવે છે. લાઇનનું લેવલ પણ લેવાતું નથી તેવું જાગૃત નાગરિકો જણાવે છે. અત્યારે આ હાલત છે. ભવિષ્યમાં કેવા હાલ થશે ? મોટો પ્રશ્નાર્થ છે. આડેધડ રીતે કામ કરીને ગેરરીતિ સાથે ભ્રષ્ટાચાર થાય છે. લોકોએ ધ્યાન દોર્યું છે પણ આંખ આડા કાન કરીને કોન્ટ્રાક્ટર મનમાની કરે છે. તેથી ભ્રષ્ટાચારની બૂ આવેછે. મિલીભગતના દર્શન થાય છે. ટેન્ડર પ્રક્રિયા નેવે મૂકીને કામ થાય છે. પી.વી.સી. પાઇપોની ગુણવત્તા હલ્કી છે. ભવિષ્યમાં સમસ્યાઓ વધશે તેવું ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું હતું. ગટરની લાઇન સાથે પાણીની લાઇન નખાતાં લોકો નારાજ થયા છે. લાઇનોની ઊંડાઇ હમણાંથી જ બધી પોલ ખોલી નાખે છે. જવાબદાર તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Panchang

dd