• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

બે ટેસ્ટની શ્રેણીમાં ત્રણ સદીનો સોનલ દિનુશાનો રેકોર્ડ

કોલંબો, તા. 27 : સોનલ દિનુશા એક ટેસ્ટની બન્ને ઈનિંગ્સમાં સદી કરનારો શ્રીલંકાનો ત્રીજો બેટર બની ગયો છે. તેણે ભારત સામેના બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં 103 અને બીજી ઈનિંગ્સમાં અણનમ 133 રન કર્યાં હતા. આ ઉપરાંત સોનલ દિનુશાએ ભારત સામેની બે ટેસ્ટની શ્રેણીમાં 4 ઈનિંગમાં 3 સદી કરી હતી. આ પહેલા બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 3 સદી અરવિંદ ડિ'સિલ્વા, જેક કાલિસ, હાશિમ અમલા, કુમાર સંગકારા, યુનિસ ખાન, માર્નસ લાબુશેન, કેન વિલિયમ્સન કરી ચૂકયા છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ સોનલ દિનુશાની બેટિંગ શૈલિની તુલના ભારતના મહાન બેટધર સચિન તેંડુલકર સાથે કરી છે.

Panchang

dd