• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

મુંબઈથી ભુજ આવતી ટ્રેનમાં પ્રવાસીઓએ શરાબની ખેંપનો કર્યો પર્દાફાસ

ગાંધીધામ, તા. 27 : મુંબઈથી કચ્છ વચ્ચે દોડતી ટ્રેનોમાં શરાબની હેરફેર થતી હોવાની રાવને સમર્થન આપયો વધુ એક બનાવ આજે બહાર આવ્યો હતો. કચ્છ તરફ આવતી એક સ્પેશ્યલ ટ્રેનમાં કોથળામાં શરાબ મળી આ વ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ટ્રેનમાં કોઈ સુરક્ષા કર્મીઓની ગેરહાજરી વચ્ચે પ્રવાસીઓએ જ શખ્સોને પકડી રાખ્યા હતાં. આ અંગે પ્રવાસી વર્તુળો પાસેથી મળતીસ વિગતો મુજબ 09037 નંબરની ટ્રેન વાપી પાસે પહોંચી ત્યારે ટ્રેનમાં ચાર મહીલા સહીત 6 શખ્સો કોથળા સાથે ચડયા હતાં. જેમાં શરાબની બોટલો હોવાની જાણ થતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ચારેક મહીલાઓ તો નાસી ગઈ હતી પરંતુ બે યુવાનોને પ્રવાસીઓએ જ દબોચી લીધા હતાં. લોકોએ ટી.ટી.ઈને ફરીયાદ કરી હતી. જો કે ટ્રેનમાં કોઈ સુરક્ષા કર્મચારીઓ હાજર ન હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. ટ્રેન સુરત પહોંચ્યા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. પ્રવાસીઓએ સુરત રેલવે સ્ટેશન ખાતે અડધો કલાક સુધી ટ્રેન રોકીને હોબાળો મચાવ્યો હતો. અને પોલીસ સમક્ષ ગુજરાતમાં શરાબની ખુલ્લેઆમ હેરફેર અંગે આક્રોશ વ્યકત કર્યો હતો. કોઈ સુરક્ષા કર્મી ન હોવા મુદે પણ રોષ પુર્વક રજુઆત કરવામાં આવી હતી. લોકોની કાર્યવાહી બાદ પોલીસે બે શખ્સોને ઝડપ્યા હતાં. આ ઘટનાના કારણે ટ્રેન અડધો કલાક રોકાઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોમાં અવારનવાર શરાબની હેરફરેના બનાવો પ્રકાશમાં આવ્યા છે. મોટી માત્રામાં શરાબ હોવાનું જાણવા મળ્યું હતું

Panchang

dd