• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

અંજારમાં બાળકો સાથે માથાકૂટ બાદ આધેડ ઉપર હુમલો

ગાંધીધામ, તા. 27 : અંજારની નગરપાલિકા સોસાયટીમાં એક શખ્સે આધેડ ઉપર હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. અંજાર નગરપાલિકા સોસાયટીમાં રહી એ.પી.એમ.સી.માં અક્ષય કોટનમાં નોકરી કરતા ફરિયાદી આધેડ પરેશ કિશોરકાન્ત ભટ્ટ ગત તા. 24/8ના રાત્રે નવના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે બહાર શોરબકોર થતાં ફરિયાદી બહાર ગયા હતા. ત્યારે આરોપી રાજુ દિનેશચંદ્ર પરમાર નાનાં બાળકો સાથે બોલાચાલી કરી રહ્યો હતો. ત્યારે ફરિયાદી તેને સમજાવવા જતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને આધેડ ઉપર હુમલ કર્યો હતો. મારામારીના આ બનાવમાં ઘવાયેલા આધેડને વધુ સારવાર અર્થે આદિપુર લઈ જવાતાં તેમના કાંડામાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd