• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ડુમરામાં બક્ષિસમાં મળેલી જમીન પચાવવાનો કારસો

ભુજ, તા. 27 : અબડાસા તાલુકાના ડુમરામાં બક્ષિસમાં મળેલી જમીન પર ગેરકાયદે કબજો જમાવવા માટે માથાભારે તત્ત્વો સક્રિય બન્યા છે. આવા શખ્સો દ્વારા કરાતી કનડગત મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે. સિધીક ઇબ્રાહિમ તુર્ક દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર ગામના દાતા ભવાનજી મૂળજી શાહ દ્વારા ખતુબાઇ ઇબ્રાહિમ તુર્કના નામે જમીન બક્ષિસમાં અપાઇ હતી. આ જમીન પર કબજો જમાવવા કેટલાક માથાભારે શખ્સોએ ખોટી રીતે પાવરનામું મેળવી અમારા પરિવારને હેરાન કરવાનું શરૂ કરાયું છે તેવું અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે. ડુમરામાં વિવિધ સમાજના લોકોની વર્ષોથી પડી રહેલી મિલકતો પચાવી પાડવા આવા શખ્સો નિતનવા પેંતરા અજમાવી રહ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. કનડગત અટકાવવાની સાથે જવાબદારો સામે પગલાં ભરવા લેખિમાં પત્રમાં માગણી કરાઇ હતી.

Panchang

dd