• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

મહિલા હોકી વર્લ્ડકપમાં ભારત પાંચમા સ્થાને : '74 બાદનો શ્રેષ્ઠ દેખાવ

એમ્સટલવીન, તા. 27 : ભારતીય મહિલા હોકી ટીમે 1974 બાદ વિશ્વ કપનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હોકી વિશ્વ કપ-2026માં ભારતીય મહિલા ટીમ પાંચમા સ્થાને રહી છે. આજે રમાયેલી પાંચમી અને છઠ્ઠા સ્થાન માટેની પ્લેઓફ મેચમાં જર્મની વિરુદ્ધ ભારતીય મહિલા હોકી ટીમનો 3-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમ 1974ના વર્લ્ડકપમાં ચોથા ક્રમે રહી હતી. આજના જર્મની સામેના મેચમાં ભારત તરફથી ઇશિકાએ 43મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી નવનીત કૌરે 44 અને 46 મિનિટે ગોલ કર્યાં હતા. જર્મન મહિલા ટીમ તરફથી એકમાત્ર ગોલ મેચની આખરી 10 સેકન્ડ બાકી હતી ત્યારે થયો હતો.

Panchang

dd