• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

મેટા ઘૂંટણિયે; દંડ ભરવા તૈયાર

નવી દિલ્હી, તા. 27 : સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. બાળકો અને કિશોરોમાં ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકના વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને થતાં નુકસાનના મામલે ટેક જાયન્ટ મેટાએ યુએસ રાજ્યો સમક્ષ ઝૂકવું પડ્યું છે. વર્ષોથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત લાવવા માટે મેટાએ અંદાજે રૂા 1.7 લાખ કરોડ ચૂકવવા અને પ્લેટફોર્મ પર બાળકોની સુરક્ષા માટે મોટા ફેરફારો કરવા પર સંમતિ દર્શાવી છે. અમેરિકી ઇતિહાસમાં કોઈપણ ટેક કંપની સામે થયેલું આ સૌથી મોટું લીગલ સેટલમેન્ટ છે. અમેરિકાના લગભગ તમામ રાજ્યો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં એટર્ની જનરલે સાબિત કર્યું કે, મેટાના `અનલિમિટેડ ક્રોલિંગ', `લાઈક બટન' અને `પુશ નોટિફિકેશન' જેવા ફીચર્સ બાળકોના મગજના વિકાસ પર ગંભીર નકારાત્મક અસર કરે છે. આ ફીચર્સના કારણે કિશોરોમાં ડિપ્રેશન, ચિંતા, ઊંઘ ન આવવી અને અન્ય માનસિક સમસ્યાઓ ઝડપથી વધી રહી હતી. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ જણાવ્યું હતું કે, આ સેટલમેન્ટ બાળકો માટે વાસ્તવિક સુરક્ષા અને પારદર્શિતા લાવશે. 18 અબજ ડોલરની આ રકમ આગામી 10 વર્ષના સમયગાળામાં ચૂકવવામાં આવશે. આ કરારમાં અમેરિકાના 48 રાજ્યો, વાશિંગ્ટન ડીસી અને અન્ય યુએસ પ્રદેશો સામેલ છે. કેલિફોર્નિયાને આ રકમમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે ઓછામાં ઓછા 1.5 બિલિયન ડોલર મળશે. આ ભંડોળનો ઉપયોગ બાળકો માટે આફ્ટર-સ્કૂલ પ્રોગ્રામ્સ, સમર એક્ટિવિટીઝ, ડિજિટલ સાક્ષરતા કાઉન્સાલિંગ અને માનસિક સ્વાસ્થ્ય યોજનાઓ માટે કરવામાં આવશે. સેટલમેન્ટની શરતો મુજબ મેટાએ પોતાનાં પ્લેટફોર્મ પર કડક નિયમો લાગુ કરવા પડશે. 2 કલાકની ડેઇલી ટાઇમ લિમિટ : કિશોરો માટે દરરોજ મહત્તમ 2 કલાકના વપરાશની ડિફોલ્ટ લિમિટ રહેશે, જેને ફક્ત માતા-પિતાની મંજૂરીથી જ વધારી શકાશે. સ્કૂલ ટાઇમમાં નોટિફિકેશન પર પ્રતિબંધ : અભ્યાસના કલાકો દરમિયાન બાળકોને કોઈપણ પુશ નોટિફિકેશન મોકલવામાં આવશે નહીં. સરખામણી અને માનસિક તણાવ ઘટાડવા માટે પોસ્ટ પર લાઈક્સની સંખ્યા છુપાવવા કે મર્યાદિત કરવાનો વિકલ્પ મળશે. મોડી રાત્રે એપનો ઉપયોગ રોકવા માટે ફરજિયાત નાઇટ મોડ બ્રેક્સ લાગુ થશે. બાલિંગ, બોડી શામિંગ અને સેલ્ફ-હાર્મને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ બાળકોની ફીડમાંથી સંપૂર્ણપણે હટાવી દેવાશે. મેટાએ આ સેટલમેન્ટમાં એક શરત મૂકી છે કે કુલ રકમનો 30 ટકા હિસ્સો (આશરે 5.3 બિલિયન ડોલર) રાજ્યોને ત્યારે જ જારી કરવામાં આવશે જ્યારે તેના હરીફ પ્લેટફોર્મ્સ જેવા કે ઝશસઝજ્ઞસ અને ઢજ્ઞીઝીબય પણ આ પ્રકારના કડક સુરક્ષા નિયમો લાગુ કરશે. મેટાનું માનવું છે કે જો સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે નિયમો સમાન નહીં હોય તો બાળકો એક એપ છોડીને બીજી એપ પર શિફ્ટ થઈ જશે.

Panchang

dd